World

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ચીનની અનાજ અને ખાતરની જમાખોરી, ભારતની મુશ્કેલી વધશે

China Grain Hoarding | અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ ગઈ છે. આ કટોકટીનો ગેરફાયદો ઉઠાવી ચીન ગુપ્ત રીતે અનાજ અને ખાતરનો મોટો જથ્થો એકઠો કરી રહ્યું હોવાના અહેવાલ છે.

વર્લ્ડ બેંક (World Bank) ના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે (David Malpass) ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ ભંડાર ઉભો કરી રહ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે.

ભારત પર અસર: ચીનના આ પગલાની સીધી અસર ભારત પર જોવા મળી રહી છે. ચીને માર્ચ મહિનાથી ખાતરની નિકાસ (Export) પર પ્રતિબંધ મૂક્યો છે. પરિણામે, યુરિયાની કિંમત (Urea Price) જે અગાઉ 512 ડોલર પ્રતિ ટન હતી, તે વધીને 959 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. ભારત ખાતર માટે હવે બમણી કિંમત ચૂકવી રહ્યું છે, જેની સીધી અસર ખેતીના ખર્ચ અને સામાન્ય જનતાની થાળી પર પડશે.

શા માટે જમાખોરી? નિષ્ણાતોના મતે, ઈરાન સાથેના યુદ્ધના લીધે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) બંધ થતા દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીન આ સ્થિતિમાં પોતાના દેશમાં દુકાળ ન પડે તે માટે સ્ટોક કરી રહ્યું છે. સાથે જ, આંતરરાષ્ટ્રીય સ્તરે ચીજવસ્તુઓના ભાવ વધારીને ચીન મોટો નફો કમાવવા અને અન્ય દેશો પર દબાણ લાવવાની રણનીતિ (Strategy) અપનાવી રહ્યું છે.

હાલમાં વિશ્વની નજર બેઇજિંગમાં યોજાનારી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને શી જિનપિંગની સમિટ (Summit) પર ટકેલી છે, જ્યાં આ જમાખોરી અટકાવવા અંગે ચર્ચા થઈ શકે છે.

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

17 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

18 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

18 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

18 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

18 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

19 hours ago