Uncategorized

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP) દ્વારા તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે લક્ઝરી બસમાં યોજાયેલા આ પ્રવાસમાં સભ્યોએ Hagerman National Wildlife Refuge, Perrin Air Force Base Museum
અને Eisenhower State Parkની મુલાકાત લીધી હતી.
પ્રવાસની શરૂઆત સવારે રાજુલાઝ કિચન, પ્લેનોથી થઈ હતી. સંસ્થાના પ્રમુખ હર્ષાબેન ગાંધીએ સભ્યોનું સ્વાગત કરી પ્રવાસના કાર્યક્રમની
રૂપરેખા અને દિવસ દરમિયાનની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સભ્યોએ ગુજરાતી નાસ્તો તથા ચા-કોફીનો આનંદ માણ્યો
હતો અને સવારે 7:45 વાગ્યે બે લક્ઝરી બસમાં પ્રવાસનો પ્રારંભ થયો હતો.

 


પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા. અહીં તળાવો, હરિયાળી તેમજ વિવિધ પક્ષીઓ
અને વન્યજીવોનું નિરીક્ષણ કરી સભ્યોએ કુદરતી વાતાવરણનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ Perrin Air Force Base Museumની
મુલાકાત લેવામાં આવી હતી. મ્યુઝિયમમાં જૂનાં વિમાનો તથા અમેરિકન એરફોર્સ સાથે સંકળાયેલી ઐતિહાસિક વસ્તુઓ અને માહિતી વિશે
સભ્યોએ રસપૂર્વક જાણકારી મેળવી હતી.
બપોરે સભ્યો Eisenhower State Park પહોંચ્યા હતા. અહીં સૌએ સાથે મળીને બપોરનું ભોજન લીધું હતું. ભોજન બાદ સભ્યોએ બીચ
પર ફરવા, ટ્રેઇલ પર ચાલવા તેમજ કુદરતી વાતાવરણનો આનંદ માણ્યો હતો.


સભ્યોના મનોરંજન માટે વિવિધ રમતો અને કરાઓકેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગીતો, રમતો
અને હાસ્ય-મજાકથી દિવસ દરમિયાન મનોરંજનનો માહોલ રહ્યો હતો. પ્રવાસમાં ભાગ લેનાર તમામ સભ્યોને ગુડી બેગ ભેટરૂપે આપવામાં આવી
હતી.
સાંજે ચા-કોફી અને નાસ્તા બાદ સભ્યો પ્લેનો પરત ફર્યા હતા. રાજુલાઝ કિચન ખાતે સાંજે ગુજરાતી ડિનર સાથે દિવસના પ્રવાસની પૂર્ણાહુતિ
થઈ હતી. પ્રવાસને સફળ બનાવવા બદલ સંસ્થાના પ્રમુખ હર્ષાબેન ગાંધી તથા સમગ્ર આયોજન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દિવસ દરમિયાન વિવિધ સ્થળોની મુલાકાત, મનોરંજન અને સહસભ્યો સાથે વિતાવેલા સમયની મીઠી યાદો સાથે સભ્યો પોતાના ઘરે પરત ફર્યા
હતા.
માહિતી: કૃષ્ણકાંત શાહ (કે.કે.)

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

13 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

14 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

14 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

14 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

15 hours ago

કેલિફોર્નિયાના નોરવોક રાધાકૃષ્ણ મંદિરે નવરાત્રિનું ભવ્ય આયોજન, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Norwalk Navratri Schedule | અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત નોરવોકના પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિર (12634 Pioneer Blvd, Norwalk,…

15 hours ago