Gujarat

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત

Surendranagar Friends Dead in ujjain Road Accident | સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રો માટે ઉજ્જૈન (Ujjain) મહાકાલની યાત્રા જીવનની અંતિમ સફર સાબિત થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર (Badnawar) પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં (Road Accident) બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક મિત્ર હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની વિગતો: મળતી માહિતી મુજબ, આ મિત્રો પોતાની બાધા પૂરી કરવા માટે કાર (Car) લઈને ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બદનાવર પાસે એકાએક એક બાઈક સવાર આડો ઉતર્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારીને આશરે 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.

પરિવારમાં શોકનું મોજું: આ અકસ્માતમાં જયદીપસિંહ ઝાલા અને કાનભા પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય એક મિત્ર યશ દંગી ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) થતા તેને રતલામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવાનોના પાર્થિવ દેહ જ્યારે તેમના વતન પહોંચ્યા ત્યારે રતનપર ગામમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. હજારોની મેદનીની હાજરીમાં બંને મિત્રોની અંતિમવિધિ (Funeral) એકસાથે યોજવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજના બે તેજસ્વી યુવાનોના અકાળે અવસાનથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક પોલીસ (Police) હાલ આ અકસ્માત અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

18 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

18 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

18 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

18 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

19 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

19 hours ago