National

ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં! હવે પરીક્ષા વિના જ મળશે રજિસ્ટ્રેશન, હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત

Pharmacy Exit Test | ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવેલી એક્ઝિટ ટેસ્ટ (Exit Test) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. વર્ષ 2022 માં જાહેર કરાયેલા નિયમો મુજબ, ડિપ્લોમા ફાર્મસી પાસ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી.

જોકે, પરીક્ષા ફી અને પેપરના માળખા મુદ્દે થયેલા વિરોધ બાદ હવે કાઉન્સિલે વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ રજિસ્ટ્રેશન (Registration) આપવાનો નિર્ણય લીધો છે.

શા માટે વિવાદ થયો? નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા ઓક્ટોબર 2024 માં પ્રથમવાર આ પરીક્ષા લેવાનું આયોજન હતું. પરંતુ 5,000 રૂપિયા જેટલી ઊંચી પરીક્ષા ફી (Exam Fee) અને ત્રણ અલગ-અલગ પેપરો રાખવાના નિર્ણય સામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતના 536 સહિત દેશના 18,243 વિદ્યાર્થીઓએ આ માટે નોંધણી કરાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિરોધને પગલે પરીક્ષા રદ (Cancelled) કરવાની ફરજ પડી હતી.

વિદ્યાર્થીઓને કેવી રીતે મળશે લાભ? કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષાના નિયમોમાં ફેરફાર અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાતા, કાઉન્સિલે હવે વચગાળાનો રસ્તો કાઢ્યો છે. નવા પરિપત્ર મુજબ:

2022-23 ની બેચના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના રજિસ્ટ્રેશન મળશે.

2023-25 અને 2024-26 ની બેચના વિદ્યાર્થીઓ પણ જો પરીક્ષા જાહેર ન થાય ત્યાં સુધી પાસ થાય, તો તેમને પણ એક્ઝિટ ટેસ્ટ વિના લાયસન્સ (License) આપી દેવામાં આવશે.

આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ હવે મેડિકલ સ્ટોર શરૂ કરી શકશે અથવા ફાર્મસિસ્ટ તરીકે નોકરી (Job) મેળવી શકશે.

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

17 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

17 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

17 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

17 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

17 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

18 hours ago