Italy schools ban Burqas | ઇટાલીમાં ઇમિગ્રેશન અને સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે શાળાઓમાં બુરખા અને નિકાબ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી છે.
આ સાથે જ વર્ગખંડોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે એક નવી કેપ (મર્યાદા) લાવવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
રોમમાં યોજાયેલા એક યુવા ઉત્સવ દરમિયાન પીએમ જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે જે લોકો ઇટાલીમાં આવીને પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે તેમણે દેશની ભાષા શીખવી પડશે, સંસ્કૃતિ સમજીને નિયમોનું પાલન કરવું પડશે.
આ પ્રસ્તાવ હેઠળ ઇટાલીની શાળાઓમાં મુશ્કેલીનો સામનો કરતા વિદેશી વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ઇટાલિયન ભાષાના વર્ગો ફરજિયાત બનાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, આ પ્રસ્તાવિત પગલાંઓને સરકારે મંજૂરી આપવી પડશે અને કાયદો બનવા માટે આગામી 60 દિવસની અંદર સંસદમાંથી પાસ કરાવવું પડશે. હાલમાં ઇટાલીની શાળાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની નોંધણી આશરે 12 ટકા જેટલી છે.
જોકે, અગાઉથી વર્ગખંડ દીઠ 30 ટકાની મર્યાદા નક્કી કરાયેલી છે, પરંતુ મેલોની સરકાર આ નિયમોને વધુ કડક બનાવવા માંગે છે.
મેલોનીની ગઠબંધન સરકારના ભાગીદારો પણ ચહેરાને ઢાંકતા પોશાકો પર કડક પ્રતિબંધોની માંગ કરી રહ્યા છે.
ઇટાલીના આ નવા પ્રસ્તાવથી દેશમાં સાંસ્કૃતિક એકીકરણ અને ઇમિગ્રેશન અંગેની ચર્ચાઓ વધુ તીવ્ર બની છે.
Child Abuse | ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલ દ્વારા ભારતમાં ઇન્ટરનેટ સેફ્ટી અને ડિજિટલ સુરક્ષાને…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી આજે વૈશ્વિક સ્તરે અત્યંત ઝડપથી વિકાસ પામી રહી છે અને જીવનના…
Nila Vikhe Patil | મહારાષ્ટ્રના જાણીતા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા અને ભારતીય મૂળના નીલા…
અમેરિકામાં કમનસીબ રીતે માર્યા ગયેલી કેરળની બે મહિલાઓના નશ્વર દેહ સોમવારે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
Rishi Sunak | બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે રેસ, આઈડેન્ટિટી અને ઇમિગ્રેશન મુદ્દે ચેતવણી આપી છે…
Pal Singh Selma | અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સિખ સમુદાયમાં 'હીલર' તરીકે જાણીતા 73 વર્ષીય ભારતીય…