સૌરાષ્ટ્રના આવકાર અને આગતા સ્વાગતા લાજવાબ છે, મહેમાન ગતિ શ્રેષ્ઠ છે – સૌરાષ્ટ્રની સફરથી ધન્યતા અનુભવતા તમિલ બંધુનો પ્રતિભાવ 
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન તમિલ ભગિની બંધુઓને આવકારવામાં આવ્યા હતા. તમિલ
ભગિની બંધુઓએ સૌરાષ્ટ્ર ખાતે તેમના આગમન બાબતે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તમિલ બાંધવશ્રીએ કહ્યુ હતુ કે,
સૌરાષ્ટ્રની આ સફર દરમિયાન અહીં ખોરાક પાણી લેવા માટે પૃચ્છા કરવામાં આવે છે, અહીંની મહેમાન ગતિ એટલી
શ્રેષ્ઠ છે. થોડી થોડી વારે એમના દ્વારા થઈ રહેલા આ આવકાર અને આગતા સ્વાગતા લાજવાબ છે. 


સફર દરમિયાન
થોડી પણ બિમારી હોય તો તરત ડોકટર સારવાર માટે દવા સાથે હાજર હોય છે. અમારામાંથી એકને બિમાર હોવાનું
અનુભવાતું હતું તે સમયે તરત જ ડોકટરે એ અંગે માર્ગદર્શન, સારવાર અને દવા સાથે સાંત્વના અને હૂંફ આપ્યા. વધુ
આવશ્યક લાગે તો દવાખાના સુધી જવા માટે પણ તેમણે તૈયારીઓ હોવાનું દાખવ્યું હતું. પરંતુ અમારે આગળ સફર
કરવી હતી. અતિશયોક્તિ વિના કહી શકાય એમ છે કે અહીંનો આતિથ્ય અને સત્કાર ભાવ લાજવાબ છે. એમના
પ્રતિભાવ બાદ તેમણે “ભારત માતા કી જય” નો નાદ કર્યો હતો અને તે સાથે તમિલ ભગિની બાંધવોએ તે નાદ ઝીલી
લેતા વેરાવળ રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું હતું.


સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથથી ૩૦૦ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલો બાંધવો દેવભૂમિ દ્વારકા
ખાતે પધાર્યા છે. ઝાંઝરી ગૃપ દ્વારકા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઝાંઝરી ગૃપના અલોકભાઈ પાઢે જણાવ્યું હતું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત
દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી હજારો વર્ષો પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયા હતા. જેને સૌરાષ્ટ્ર
તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોને તેમની માતૃભૂમિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રીયન તમિલોને દ્વારકા ખાતે આવકારવા માટે અમારા ગૃપમાં ભારે ઉત્સાહ છે.
