Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર, “નિયમો ન પાળવા હોય તો ભારત છોડીને ચાલતી પકડો”

Chief Editor February 3, 2026
Supreme Court WhatsApp

Supreme Court WhatsApp Privacy Policy | સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) અને મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પ્રાઈવસી પોલિસી (Privacy Policy) મામલે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારતના નાગરિકોની પ્રાઈવસી સાથે કોઈ પણ પ્રકારનું સમજૂતી કરવામાં આવશે નહીં.

“બંધારણ ન પળાય તો દેશ છોડી દો” : ચીફ જસ્ટિસ સૂર્યકાંતની (Chief Justice Suryakant) આગેવાની હેઠળની બેન્ચે વોટ્સએપની 2021ની પ્રાઈવસી પોલિસીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું, “જો તમે અમારા બંધારણ (Constitution) નું પાલન ન કરી શકતા હોવ, તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના સામાન્ય નાગરિકોની પ્રાઈવસીને જોખમમાં મૂકી શકીએ નહીં.”

ડેટા શેરિંગ પર કોર્ટનો સવાલ: સુપ્રીમ કોર્ટે વોટ્સએપના ડેટા શેરિંગ (Data Sharing) મોડેલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી કમાણી કરવા માટે નહીં.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ઉદાહરણ: કોર્ટે નોંધ્યું કે જો કોઈ ડૉક્ટર વોટ્સએપ પર દવા લખી આપે, તો 5 મિનિટમાં ફોન પર દવાની જાહેરાતો (Advertisements) દેખાવા લાગે છે. આ યુઝર્સના ડેટાનો દુરુપયોગ છે.

સામાન્ય લોકોની સમજ: કોર્ટે કહ્યું કે ગામડાના લોકો કે શેરીના ફેરિયાઓ તમારી જટિલ ‘ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ’ (Informed Consent) ને સમજી શકતા નથી. આ સ્થિતિ ‘સિંહ અને ઘેટાં’ વચ્ચેની પસંદગી સમાન છે.

શું છે સમગ્ર વિવાદ? : નવેમ્બર 2024માં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી અને પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ ₹213 કરોડનો દંડ ફટકાર્યો હતો. કંપની પર આરોપ હતો કે તેણે યુઝર્સને નવી પોલિસી સ્વીકારવા મજબૂર કર્યા હતા. આ મામલે મેટા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટનો વચગાળાનો આદેશ: સુપ્રીમ કોર્ટે વોટ્સએપ પાસે લેખિતમાં બાંહેધરી (Written Undertaking) માંગી છે કે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ મેટા (Meta) સાથે કોઈ પણ યુઝરની માહિતી શેર કરી શકશે નહીં.

આગામી સુનાવણી: આ કેસની વધુ સુનાવણી હવે 9 ફેબ્રુઆરીએ ત્રણ જજોની બેન્ચ દ્વારા કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Supreme Court (સુપ્રીમ કોર્ટ) WhatsApp (વોટ્સએપ)

Post navigation

Previous: અમદાવાદની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીએ મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો
Next: સુરતની શાન: લુપ્ત થતી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો જરીવાલા પરિવાર, 50થી વધુ પરિવારોને મળે છે રોજગારી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું
  • વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ
  • ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल
  • ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા
  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.