
ઘણી વખત રોંગ સાઈડમાં જતાં વાહન ચાલકોને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. આ ઉપરાંત આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે સુરત શહેરમાં આવી જ ઝુંબેશ ચલાવી ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરી રહી છે.
દરમિયાન રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવા ટોઇંગ કરતા એક યુવતી રડવા લાગે છે. જ્યાં સુધી ટ્રાફિક પોલીસે વાહન પાછું ના આપ્યું ત્યાં સુધી યુવતી રડી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સુરતમાં ટ્રાફિક પોલીસ વાહન ઉપાડી જતા છોકરીઓ એટલું રડી જ્યાં સુધી વાહન ના છૂટ્યું 😁
pic.twitter.com/jskNTrnfhM — Nidhi patel (@nidhirpatel6) August 7, 2025