Gujarat

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા: ભાજપના નેતાની જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હત્યા

Surat BJP Leader Murder | સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના (Udhna) રોડ નંબર 6 ખાતે ભાજપ (BJP) ના યુવા પદાધિકારી જય દલાલની (Jay Dalal) તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે.

મૃતક જય દલાલ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. તે પોતે ડિંડોલી (Dindoli) વોર્ડ યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.

માતા જયશ્રીબેને રડતા અવાજે જણાવ્યું કે, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે 8:30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેને હોસ્પિટલ (Hospital) ખસેડાયાના સમાચાર મળ્યા હતા, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. માતાના આક્ષેપ અનુસાર, મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના 3 આરોપીઓએ અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો છે.

આરોપીઓ તાજેતરમાં જ પાસા (PASA) માંથી બહાર આવ્યા છે. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે જ તેમને જેલ થઈ હતી. ભયભીત માતાએ પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની (Death Penalty) સજા આપવાની માગ કરી છે. સત્તાધારી પક્ષના જ એક 21 વર્ષના યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Chief Editor

Recent Posts

INSAFનો “ Thanks Giving “ પ્રોગ્રામ

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ “ Thanks Giving “ પ્રોગ્રામ -૨૪મી નવેમ્બર ૨૦૨૬…

10 hours ago

ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા

ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…

10 hours ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

10 hours ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

19 hours ago

કેનેડામાં બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી ગાલા ડિનરનું આયોજન, 11 પ્રતિભાઓનું સન્માન કરાયું

Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો…

20 hours ago

अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए 18 वर्षीय भारतीय मूल के खिलाड़ी की गोली मारकर हत्या

Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…

20 hours ago