Ahmedabad Fire 112 | અમદાવાદ શહેરમાં આગ કે અન્ય કોઈ કુદરતી-માનવસર્જિત આફત સમયે બચાવ કામગીરીને વધુ ઝડપી અને સુદ્રઢ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફાયર વિભાગ દ્વારા એક મોટો ટેકનોલોજીકલ બદલાવ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડના 100 જેટલા ઈમરજન્સી વાહનોને હવે નેશનલ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 (Single Emergency Response System) સાથે સાંકળી લેવામાં આવ્યા છે. આ નવી હાઈટેક વ્યવસ્થાના કારણે આગ કે અકસ્માતના કિસ્સામાં પોલીસની જેમ જ ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે મિનિટોમાં પહોંચી શકશે.
અગાઉ જ્યારે કોઈ જગ્યાએ આગ લાગતી ત્યારે નાગરિકો 101 નંબર પર કોલ કરતા હતા. ત્યારબાદ આ કોલ ફાયર કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર થતો અને ત્યાંથી નજીકના ફાયર સ્ટેશનને માહિતી આપી વાહનો રવાના કરવામાં આવતા હતા. આ જૂની અને પરંપરાગત પદ્ધતિમાં કિંમતી સમય વેડફાઈ જતો હતો. હવે આ સમસ્યાનો અંત લાવવા માટે 101 નંબરને સંપૂર્ણપણે 112 હેલ્પલાઈન સાથે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.
આ નવી ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અંતર્ગત ફાયર વિભાગની 100 જેટલી ગાડીઓમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ અને ડિજિટલ ટેબલેટ ફિટ કરવામાં આવ્યા છે. હવે જ્યારે પણ 112 નંબર પર ઈમરજન્સી કોલ આવશે, ત્યારે કંટ્રોલ રૂમની સ્ક્રીન પર ઘટનાસ્થળની સૌથી નજીક રહેલા ફાયર વાહનની લાઈવ પોઝિશન દેખાશે. 112 કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક તે વાહનના ડ્રાઈવરના ટેબલેટ પર ઘટનાનું સરનામું, ટૂંકામાં ટૂંકો રૂટ અને લાઈવ GPS નેવિગેશન મોકલી દેવાશે. આ કારણે ફાયર સ્ટેશનથી ગાડી રવાના થાય તેની રાહ જોવાને બદલે રસ્તા પર ગસ્ત લગાવી રહેલું વાહન પણ સીધું જ ઘટનાસ્થળે પહોંચી શકશે.
ફાયર ફાઈટીંગ ગાડીઓની આગળના ભાગે 360-ડિગ્રી કેમેરો અને પાછળના ભાગે રિયર કેમેરો લગાવવામાં આવ્યો છે. ફાયરની ટીમ સ્થળ પર પહોંચતા જ આ કેમેરાનું ઓટો-સ્ટ્રીમિંગ શરૂ થઈ જશે. આ લાઈવ વિઝ્યુઅલ્સ પાલડી સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જોઈ શકશે. આગ કેમિકલની છે કે સામાન્ય, તે કેટલી વિકરાળ છે અને ત્યાં વધારાના વોટર ટેન્ડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ કે એમ્બ્યુલન્સની જરૂર છે કે નહીં તેનો તાત્કાલિક નિર્ણય લાઈવ ફૂટેજ જોઈને લઈ શકાશે.
આ સિસ્ટમ થકી ‘ગોલ્ડન અવર’ દરમિયાન ઝડપી પ્રતિસાદ મળશે, જેનાથી મોટી જાનમાલની હોનારતો રોકી શકાશે અને શહેરીજનોની સુરક્ષામાં વધારો થશે.
AI એક્શન પ્લાનના બીજા સ્તંભ Infrastructureને મજબૂત કરવા માટે રાજ્યવ્યાપી GPU-as-a-Service ફ્રેમવર્ક અમલમાં -----…
ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા “Tie-Dye & Karaoke” કાર્યક્રમનું આયોજન ગુજરાતી સિનિયર સોસાયટી…
જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (North Dallas) દ્વારા આયોજિત આ પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી જૈન…
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ એકતા નગર, ગુજરાત ખાતે 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા…
બ્રેઇનડેડ શીતલબેન રાઠોડના પરિવારનો માનવતાભર્યો નિર્ણય: ચાર અંગો સહીત બે આંખો અને ચામડીનું દાન **…
“હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત,…