NRI

INSAFનો “ Thanks Giving “ પ્રોગ્રામ

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ

“ Thanks Giving “ પ્રોગ્રામ

-૨૪મી નવેમ્બર ૨૦૨૬

California- Bay Area માં INSAF એસોસીએશને દીવાળી ૫છી “ Thanks Giving “ નો પ્રોગ્રામ, AWC-Senior Center, Lake Elizabeth, Fremont માં ઉજવ્યો હતો. Bay Area માં વર્ષો થી સ્થાયી શ્રી ભદ્રેશ શાહ , જે ચક્ષુહીન છે પણ સતત સામાજીક કાર્યો માં વ્યસ્ત રહે છે જેમકે ઈન્ડીયન તથા સીટી હોલની સંસ્થાઓ માં. તેમની ૧૨ વર્ષની પૌત્રી જીલ રાણપુરા, જેએટલાંટાથી આવી હતી, અને ભારતીય સંગીત ની તાલીમ ‘Zoom’ દ્વારા ભારતીય ગુરુ પાસેથી લે છે, અતિ સુંદર ગાય છે. એને પ્રોત્સાહન આપવા
ખાસ આમંત્રણ આપ્યું.


પ્રોગ્રામ ની શરુઆત લતા મંગેશકર ના સેમી ક્લાસીકલ ગીત “ પીયા તોસે નૈના લાગે રે… “ થી કરવામાં આવી. ત્યાર બાદ બે અતિ લોકપ્રિય ફાસ્ટ બીટ વાળા આશા ભોંસલે ના ગીતો ” મુઝકો હુઇ ન ખબર ચોરી ચોરી છુપ છુપ કર…”, અને ” ચુરા લીયા હૈ તુમને જો દિલ કો , નજર નહીં ચુરાના સનમ..”સંભળાવી ૧૨ વર્ષની બાલિકા એ સૌ સિનીયર્સ ના દિલ જીતી લીધા હતા.  અને છેવટે એના ૧૫ વર્ષનાં મોટા ભાઇ નીલ એ, શર્માતાં શર્માતાં.. કિશોર કુમાર નું ” પલ પલ દિલ કે પાસ તુમ રહતી હો..” ગીત સંભળાવ્યું. લગભગ ૧૦૦ લોકો ઉપસ્થિત હતા.

ખાસ “ Thanks Giving “ લંચ ની વ્યવસ્થા સ્પોનશર શ્રી સોમેશ્વરન
ની મારફત ‘ઇડલી એકસ્પ્રેસ’ માંથી કરવામાં આવી હતી અને સૌને હોંસપુર્વક જમાડ્યાં હતા.
Bay Area & Fremont ની Indian Community ને INSAF Association તરફથી Happy
Holidays & Season’s Greetings ની શુભેચ્છાઓ…
( સંકલિત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)

Chief Editor

Recent Posts

ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા

ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…

8 hours ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

9 hours ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

18 hours ago

કેનેડામાં બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી ગાલા ડિનરનું આયોજન, 11 પ્રતિભાઓનું સન્માન કરાયું

Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો…

18 hours ago

अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए 18 वर्षीय भारतीय मूल के खिलाड़ी की गोली मारकर हत्या

Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…

19 hours ago

કેનેડામાં કેરળની મહિલાને રૂ. 30 કરોડની લોટરી લાગી, જીતેલી રકમથી કરશે બે મોટા કામ

કેરળની મૂળ વતની અને કેનેડાના એડમન્ટનમાં રહેતી સ્નેહા જોયનું નસીબ ચમકી ઉઠ્યું છે. કેનેડાની લોકપ્રિય…

2 days ago