Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો દ્વારા 14 નવેમ્બર, 2026ના રોજ ચાંદની બેન્ક્વેટ હોલ ખાતે ભવ્ય ‘દિવાળી ગાલા ડિનર 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમો, પારિવારિક મેળાવડા અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર 11 પ્રતિભાઓના સન્માન સાથે આ સમારોહ યાદગાર બન્યો હતો.
બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયોના પ્રમુખ ઋષિકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હેતલ ઠાકર, હરિ કિશન ઠાકર, ભાવિક વ્યાસ અને પથિક શુક્લ સહિતની ટીમે આયોજન કર્યું હતું.
સમારોહનો પ્રારંભ સમાજના વડીલોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્યથી થયો હતો. મુદિતા અને જિયાન્સી ફાલ્ગુન શુક્લએ ગણેશ વંદના રજૂ કરી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘રામ આયેંગે તો અંગના સજાયેંગે’ ગીત પર રજૂ થયેલી નૃત્યકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંજલિ દવે અને સોનલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ પેગી પાઠક, રિજુતા ઠાકર, હેતલ ઠાકર, તૃપ્તિ વ્યાસ અને ફાલ્ગુની જોષીએ નૃત્ય રજૂ કર્યું હતું.
ગ્રીષ્મા વ્યાસ, ધ્રુવ અને પરી લલિત સોની, ભારતી મહેતા, રીટા વ્યાસ અને હેતલ જોષીએ પણ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. કોમલ પટેલ અને ગૌરવ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
સમારોહમાં ટોરોન્ટો સ્થિત ભારતના કોન્સ્યુલ જનરલ મહાવીર સિંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે શિક્ષણ, વ્યવસાય, રમતગમત, સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વ સહિતનાં ક્ષેત્રોમાં યોગદાન આપનાર 11 પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનિત પ્રતિભાઓમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે સૌરિન દવે, કાયદા અને અભિનય ક્ષેત્રે ખુશી દવેને ‘યુથ આઇકન એવોર્ડ’, જ્યારે વ્યવસાય ક્ષેત્રે સત્યમ ત્રિવેદીને ‘ગુજરાતી પ્રાઇડ’ સન્માન આપવામાં આવ્યું હતું. સામાજિક નેતૃત્વ માટે પથિક શુક્લ અને સોકર કોચ તરીકેના યોગદાન બદલ કરણ ઠાકરને ‘યુથ આઇકન’થી નવાજવામાં આવ્યા હતા.
કૂકિંગ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન બદલ રીટા વ્યાસ, યુવા પાઇલટ તરીકેની સિદ્ધિ બદલ પ્રથમ દવે અને ‘વાસ્તુ વિઝન’ દ્વારા વ્યવસાય ક્ષેત્રે યોગદાન બદલ કલ્પેશ જોષીનું સન્માન કરાયું હતું.
ગુજરાત ક્રિકેટ ક્લબના સ્થાપક તરીકે શ્રમિક ત્રિપાઠી, મહિલા સશક્તિકરણ માટે બિંદુ પુરોહિત અને યુવા પ્રતિભા તરીકે દૃષ્ટિ મહેતાને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમની સફળતામાં વ્રજેશ ભટ્ટ, કલ્પેશ જોષી, સમીર જોષી અને દેવાંગ વ્યાસ સહિતના કમિટી સભ્યોએ યોગદાન આપ્યું હતું.
ફોટોગ્રાફર ધીરેન પંડ્યાએ સમારોહની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિવિધ વાનગીઓ અને મીઠાઈઓ સાથેના ભોજનનો આનંદ માણ્યો હતો.
સમાપન પ્રસંગે પ્રમુખ ઋષિકેશ ભટ્ટે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવનાર સ્પોન્સર્સ, સ્વયંસેવકો, મીડિયા સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, કમિટી સભ્યો તથા સમાજબંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનું જતન, નવી પેઢીને પરંપરા સાથે જોડવી અને સમાજમાં એકતા મજબૂત બનાવવાના સંદેશ સાથે દિવાળી ગાલાનું સમાપન થયું હતું.
INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ “ Thanks Giving “ પ્રોગ્રામ -૨૪મી નવેમ્બર ૨૦૨૬…
ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…
વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…
Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…
Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…
કેરળની મૂળ વતની અને કેનેડાના એડમન્ટનમાં રહેતી સ્નેહા જોયનું નસીબ ચમકી ઉઠ્યું છે. કેનેડાની લોકપ્રિય…