Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા: ભાજપના નેતાની જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હત્યા

Chief Editor May 18, 2026
surat-bjp-youth-leader-jay-dalal-murdered-in-udhna

Surat BJP Leader Murder | સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના (Udhna) રોડ નંબર 6 ખાતે ભાજપ (BJP) ના યુવા પદાધિકારી જય દલાલની (Jay Dalal) તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે.

મૃતક જય દલાલ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના નજીકના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. તે પોતે ડિંડોલી (Dindoli) વોર્ડ યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.

માતા જયશ્રીબેને રડતા અવાજે જણાવ્યું કે, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે 8:30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેને હોસ્પિટલ (Hospital) ખસેડાયાના સમાચાર મળ્યા હતા, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. માતાના આક્ષેપ અનુસાર, મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના 3 આરોપીઓએ અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આરોપીઓ તાજેતરમાં જ પાસા (PASA) માંથી બહાર આવ્યા છે. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે જ તેમને જેલ થઈ હતી. ભયભીત માતાએ પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની (Death Penalty) સજા આપવાની માગ કરી છે. સત્તાધારી પક્ષના જ એક 21 વર્ષના યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: BJP (બીજેપી) Murder (હત્યા) Surat (સુરત)

Post navigation

Previous: કેરલમમાં વી.ડી. સતીશને લીધા CM પદના શપથ, 60 વર્ષ બાદ પૂર્ણ કેબિનેટે એકસાથે શપથ ગ્રહણ કર્યા
Next: બંગામાં ટીએમસીએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? આટલી બેઠકો પર પડ્યો ફટકો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
  • छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत
  • વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત
  • अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा
  • અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો પર દબાણ અને સરિતા કોમા્તિરેડ્ડીની ચર્ચા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.