
AMUL Dairy | ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી) માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના 96 દિવસ બાદ થયેલી આ નિમણૂકને લઈને ખેડૂતોમાં ભારે ઉત્તેજના હતી, જેનો હવે અંત આવ્યો છે.
-
ચેરમેન પદે: વીરપુરના સાંભેસિંહ પરમારની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે.
-
વાઇસ ચેરમેન પદે: ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળ દ્વારા આ નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવી હતી.
નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન આપવા માટે અમૂલના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
