Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સની સમીક્ષા બેઠક

Chief Editor December 15, 2025
CM Bhupendra Patel

CM Bhupendra Patel

રાજ્યના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવા સાથે યોજનાઓનું અસરકારક અમલીકરણ સરકારના વિવિધ વિભાગો નાગરિક કેન્દ્રિત યોજનાઓ, સેવાઓ અને વિકાસલક્ષી કામો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તથા ફરિયાદ નિવારણની કામગીરીથી કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ હેતુસર વિવિધ વિભાગોની જુદા જુદા પ્રકારની કામગીરીઓના મહત્વપૂર્ણ પેરામીટર્સને સી.એમ. ડેશબોર્ડ પર એક જ ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે.

દેશમાં સુશાસનના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતમાં સિટિઝન સેન્ટ્રીક ગવર્નન્સનો અભિગમ સુનિશ્ચિત થાય અને યોજનાઓના અમલ સહિતની બાબતોનું રિયલ ટાઇમ મોનિટરિંગ થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ CM ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવેલું છે.

ટેકનોલોજીના સમુચિત ઉપયોગની પહેલ રૂપ આ CM ડેશ બોર્ડ દેશના અન્ય રાજ્યો માટે જનહિત લક્ષી અને યોજનાકીય કામગીરી મૂલ્યાંકન તથા અમલીકરણ માટેનું ઉદાહરણ રૂપ પ્લેટફોર્મ બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સની એ ઉજ્જવળ પરંપરાને ગતિપૂર્વક આગળ ધપાવતાં CM ડેશબોર્ડ દ્વારા સમગ્રલક્ષી ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) તૈયાર કરાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ GPI સંદર્ભમાં વિભાગોની કામગીરીની પ્રગતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સલાહકાર એસ. એસ. રાઠૌર, સરદાર સરોવર નર્મદા વિભાગના અધ્યક્ષ મુકેશ પુરી, કૃષિ, ઉર્જા, નર્મદા જળસંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવઓ તેમજ આદિજાતિ અને શ્રમ રોજગારના અગ્ર સચિવઓ તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે, માર્ગ મકાન સચિવ પટેલિયા અને અન્ય સંબંધિત વિભાગોના સચિવો પણ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhupendra Patel (ભૂપેન્દ્ર પટેલ)

Post navigation

Previous: PM Modi Jordan Visit: ભારત માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ મિત્ર દેશ
Next: અમૂલ ડેરીમાં સાંભેસિંહ પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઈસ ચેરમેન બન્યા
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.