અમદાવાદ મંડળમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો 80 મો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ
મંડળ રેલ પ્રબંધકે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, ઉત્કૃષ્ટ રેલ કર્મચારીઓને કર્યા સન્માનિત
ફોટો કેપ્શન: (પ્રથમ તસવીર) મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ 15 ઑગસ્ટ, 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપતા નજરે પડે છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 80મો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ પૂરા હર્ષોલ્લાસ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો. મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદ પરિસરમાં આયોજિત મુખ્ય સમારોહમાં મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને આરપીએફ તથા સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કરીને સલામી લીધી.
આ પ્રસંગે શ્રી વેદ પ્રકાશે સ્વાતંત્ર્ય દિવસનો સંદેશ વાંચી સંભળાવ્યો અને સૌને શુભેચ્છાઓ પાઠવી. આ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અમદાવાદ મંડળની વિવિધ સિદ્ધિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું કે ગુજરાતમાં રેલવેના વિકાસને અભૂતપૂર્વ ગતિ મળી છે. વર્ષ 2009-14 દરમિયાન રાજ્ય માટેનું સરેરાશ વાર્ષિક રેલવે બજેટ આશરે ₹589 કરોડ હતું, જે વર્ષ 2026-27માં વધીને ₹17,366 કરોડ થયું છે, જે લગભગ 29 ગણું વધારે છે.
હાલમાં ગુજરાતમાં ₹1,28,748 કરોડના રેલવે કામો પ્રગતિ હેઠળ છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે ₹7,000 કરોડના રોકાણથી 87 સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં 2,900 કિમીથી વધુ નવી રેલવે લાઇનો બિછાવવામાં આવી છે તથા 4,005 કિમીથી વધુ રેલવે માર્ગોનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યએ 100 ટકા રેલ વિદ્યુતીકરણનું લક્ષ્ય પણ હાંસલ કરી લીધું છે. આ ઉપરાંત 1,177 ROB/RUBનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં હાલમાં 6 જોડી વંદે ભારત, 1 જોડી અમૃત ભારત તથા 1 જોડી નમો ભારત એક્સપ્રેસ સેવાઓનું સંચાલન થઈ રહ્યું છે. સુરક્ષિત રેલ મુસાફરી માટે કવચ પ્રણાલી હેઠળ 1,842 રૂટ કિમીને મંજૂરી આપવામાં આવી છે.
ગત વર્ષે અમદાવાદ મંડળે સંચાલન, મુસાફર સુવિધાઓ, સુરક્ષા, માળખાગત વિકાસ, માલ પરિવહન અને નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ₹20,667 કરોડની અમદાવાદ–સરખેજ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પરિયોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે. મંડળે 51.35 મિલિયન ટનનું સર્વાધિક માલ લદાન નોંધાવ્યું અને ભારતીય રેલવેમાં પ્રથમ વખત 8મા સૌથી વધુ માલ લદાન કરનાર મંડળનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.કન્ટેનર, મીઠું, ઓટોમોબાઇલ, ખાતર તથા બેન્ટોનાઇટના લદાનમાં પણ અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં અગ્રણી પ્રદર્શન કર્યું છે.
સુરક્ષા અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં 10 PSR દૂર કરવામાં આવ્યા, 139 સમપાર ફાટકો નાબૂદ કરવામાં આવ્યા, 136 કિમી સેક્સનલ ગતિમાં વધારો કરવામાં આવ્યો, 30 ROB/RUB તથા 53 પુલોના કામ પૂર્ણ કરવામાં આવ્યા અને 376 કિમી વિસ્તારમાં સુરક્ષા ફેન્સિંગ કરવામાં આવ્યું.હિંમતનગર–ખેડબ્રહ્મા ગેજ પરિવર્તન બાદ સફળ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો તેમજ ગાંધીધામ–આદિપુર અને સામાખ્યાળી–ભચાઉ ચૌહરીકરણ કામો પૂર્ણ કરવામાં આવ્યા. 169 TKM ઓટોમેટિક સિગ્નલિંગ તથા વિવિધ Y-કનેક્ટિવિટી કામોને પણ કમિશન કરવામાં આવ્યા.
મુસાફર સુવિધાઓના ક્ષેત્રમાં ₹1,814 કરોડનું નિવેશ કરવામાં આવ્યું. નવી લિફ્ટ અને એસ્કેલેટર, અમદાવાદ સ્ટેશન પર આધુનિક એરકન્ડિશન્ડ પ્રતીક્ષાલય તેમજ નવી મુસાફર ટ્રેન સેવાઓ શરૂ થવાથી સુવિધાઓમાં વધારો થયો છે. અસારવા –ઉદયપુર વંદે ભારત, ભુજ–દિલ્હી તથા સાબરમતી–લાલગઢ દૈનિક એક્સપ્રેસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.મુસાફર આવકમાં મંડળના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાયું છે, જ્યારે ટિકિટ ચેકિંગથી ₹31.8 કરોડની આવક અને બિન-ભાડા આવક ₹14.58 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે.
મંડળે નવીનતા અને આત્મનિર્ભરતામાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી. સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ DEMU પહેલ, ગાંધીધામ ખાતે પ્રથમ વખત સ્ટેનલેસ સ્ટીલ સોલ્ટ કન્ટેનરનો ઉપયોગ, RUBમાં પાણી ભરાવાની સેન્સર આધારિત દેખરેખ, કાંકરિયા ડેપોમાં સેન્સર આધારિત ટ્રેન ટોયલેટ ક્લીનિંગ મોનિટરિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ જેવી નવીનતા નોંધપાત્ર છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનામાં મણિનગર નજીક 1,360 ટન વજનના પોર્ટલ બીમનું 2,200 MT ક્ષમતાવાળી ક્રેન દ્વારા સફળતાપૂર્વક લોન્ચિંગ પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે.
નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વર્ષ 2025-26 દરમિયાન મંડળે ફાળવવામાં આવેલા બજેટના 98.45 ટકા ઉપયોગ સાથે ₹4,386 કરોડથી વધુનો ચોખ્ખી મૂડીનો ખર્ચ કર્યો. ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈ 2026 સુધીમાં ₹1,759 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.કર્મચારીઓના
આ સિદ્ધિઓના માધ્યમથી ગુજરાત અને અમદાવાદ મંડળ આધુનિક રેલવે માળખાગત સુવિધાઓ, વધુ સારી કનેક્ટિવિટી, સુરક્ષિત મુસાફરી, વિશ્વસ્તરીય મુસાફર સુવિધાઓ તથા નવીનતા સાથે વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
આ દરમિયાન આઝાદીના પ્રતીકરૂપ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં ઉડાડીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. તેમજ આરપીએફ ડોગ સ્ક્વોડ દ્વારા સુરક્ષા કૌશલ્ય, વિસ્ફોટકો તથા નાર્કોટિક્સની ઓળખના ક્ષેત્રમાં કરવામાં આવેલી તાલીમનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું.સમારોહ દરમિયાન મંડળની સાંસ્કૃતિક ટીમ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત ગીતો અને નૃત્યોની મનમોહક પ્રસ્તુતિઓ કરવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભક્તિનો સંચાર થયો. નાના બાળકો દ્વારા ફેન્સી ડ્રેસમાં દેશભક્તિ આધારિત પ્રસ્તુતિઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહી.સમારોહમાં મંડળ રેલ પ્રબંધક દ્વારા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 59 રેલ કર્મચારીઓને ચંદ્રકો તથા પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ દ્વારા કેન્સરથી પીડિત રેલ કર્મચારી શ્રી ધર્મેન્દ્ર સિંહ, ટેક્નિશિયન-I, અમદાવાદને વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી.
અમદાવાદ મંડળના અન્ય મુખ્ય સ્ટેશનો—સાબરમતી, પાલનપુર, મહેસાણા, ગાંધીધામ સહિત વર્કશોપ અને ડેપો ખાતે પણ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.
સમારોહમાં મહિલા કલ્યાણ સંગઠનની સભ્યો, અપર મંડળ રેલ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી વિકાસ ગઢવાલ, વરિષ્ઠ સુરક્ષા આયુક્ત અંશુમાન ત્રિપાઠી સહિત મંડળના અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમના અંતે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થે આ સમારોહને સફળ બનાવવામાં સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સ્વતંત્રતા દિવસ સમારોહ 2026ના ઉપક્રમે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત…
'ઓપરેશન સેવા': આરપીએફ અમદાવાદે બે સગીર છોકરીઓને સુરક્ષિત બચાવી, બે આરોપીની ધરપકડ 14 ઓગસ્ટ 2026:…
શિકાગો માં અમેરિકાના 250 મા અને ભારતના 80 મા સ્વાતંત્ર્ય ડે ની હર્ષોલાશ સાથે કાર…
આઝાદીના પર્વે આત્મનિર્ભરતાનો સંદેશ: અમદાવાદના એપેરલ પાર્ક ડેપો ખાતે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ ગોપી સખી મંડળના…
આણંદ-વિદ્યાનગર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ સાથે ૧૦ હજારથી વધુ નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા …
સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી સમુદાયો સાથે બેઠક અને સંવાદથી પ્રવાસનો પ્રારંભ કર્યો --------- મુખ્યમંત્રી શ્રી…