Gujarat Development

હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને પુરસ્કૃત કર્યા

રાજભાષા હિન્દીને પરિવર્તન અને વિકાસની ભાષા તરીકે નવા આયામો મળ્યા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

હિન્દી એક સમૃદ્ધ, સશક્ત અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સક્ષમ ભાષા છે. રાજભાષા તરીકે હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જરૂરિયાત એ છે કે આપણે હિન્દીને માત્ર હિન્દી દિવસ અથવા પખવાડિયા પૂરતી મર્યાદિત ન રાખીએ, પરંતુ જ્ઞાન, વ્યવહાર, વહીવટ, ટેકનોલોજી અને સર્જનાત્મકતાના વિવિધ ક્ષેત્રોમાં તેના સ્વાભાવિક અને અસરકારક ઉપયોગને સતત પ્રોત્સાહન આપીએ. ઉપરોક્ત ઉદ્ગારો વરિષ્ઠ સાહિત્યકાર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજિત ‘હિન્દી પખવાડિયા’ના સમાપન અને પુરસ્કાર વિતરણ સમારોહની અધ્યક્ષતા કરતાં વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે હિન્દી પખવાડિયા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને તેમણે હિન્દી પુસ્તકો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને પુરસ્કૃત કર્યા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, હિન્દીની મધુરતામાં ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના સમાયેલી છે અને તેની સરળતામાં ગહન જ્ઞાન સમાયેલું છે. હિન્દીને પરિવર્તન અને વિકાસની ભાષા તરીકે એક નવો આયામ મળ્યો છે. હિન્દીની સૌથી મોટી શક્તિ તેના બોલનારાઓની વિશાળ સંખ્યા છે. આપણને હિન્દી પર ગર્વ છે, કારણ કે તે માત્ર આપણી માતૃભાષા અને રાજભાષા જ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, સભ્યતા અને આત્મસન્માનનું પ્રતીક પણ છે. તેથી હિન્દીને અપનાવવી, તેનો ઉપયોગ કરવો અને તેના વિકાસમાં સહભાગી બનવું દરેક ભારતીયની ફરજ છે.

હિન્દી પખવાડા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. નિબંધ લેખન સ્પર્ધામાં યોગેશ રામાનુજ, રાજેશ કુમાર અને મૌલિક દેસાઈને , પ્રશ્નોત્તરી સ્પર્ધામાં દર્શન શ્રીમાળી, સિદ્ધિ દરજી અને મનીષા બગાનીને, અનુવાદ સ્પર્ધામાં મૌલિક દેસાઈ, મૌલિક દવે અને કનિકા અગ્રવાલને, હિન્દી કાવ્ય પઠન સ્પર્ધામાં અભિષેક પીઠડિયા, યોગેશ રામાનુજ અને નિશા પટેલને, હિન્દી વ્યાકરણ સ્પર્ધામાં હિમાંશુ પ્રજાપતિ, કૌશલ પટેલ અને દિલીપકુમાર પગીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તાત્કાલિક ભાષણ સ્પર્ધામાં આર. ટી. પટેલ અને અભિષેક પીઠડિયાને પ્રથમ પુરસ્કાર, જ્યારે રામસ્વરૂપ મંગવા અને યોગેશ રામાનુજને અનુક્રમે દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. હિન્દી અંતાક્ષરી સ્પર્ધામાં ભરત રેગર, કલ્પેશ પરમાર, પાયલ ટી. પટેલ, ભાવેશ ભરવાડ અને સુરેખા દેસાઈને પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન સહાયક નિદેશક (રાજભાષા) અલ્પેશ શાહે સ્વાગત પ્રવચન, સહાયક નિયામક વી. એમ. વહોરાએ આભારવિધિ તથા અભિષેક પીઠડિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે સહાયક નિદેશક રિતુલ ગાંધી, વરિષ્ઠ લેખાધિકારી પૂજા રાઠોર, સહાયક અધિક્ષક બિરંગ શાહ, જીનેશ પટેલ, રમેશ પટેલ, રોનક શાહ, સહાયક લેખાધિકારી સુભાષ બારુપાલ, રામસ્વરૂપ મંગવા, ડાક નિરીક્ષક પાયલ પટેલ, યોગેશ પંચોલી, રવિ રાવત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

280 વાર ચૂંટણી લડનાર ધરતીપકડનું નિધન

'ધરતીપકડ' નગરમલ બાજોરિયાનું 97 વર્ષની વયે નિધન: દેશમાં 280થી વધુ ચૂંટણી લડવાનો અનોખો રેકોર્ડ ભારતમાં…

3 hours ago

Shraddh Dates

shraddh dates

5 hours ago

ડલાસ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી

ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી   ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેભાદરવા…

6 hours ago

વર્ષ 2030 સુધીમાં રેલવે ડીઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે

• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું…

17 hours ago

અશોકજીનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન માટે સમર્પિત રહ્યું

* કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટેનો અશોકજીનો સંઘર્ષ અને સંકલ્પ આજે…

17 hours ago

Dallas Ke Raja ભવ્ય વિસર્જન

“રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન) ખાતે ગણેશજીનું વિસર્જન રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન)…

18 hours ago