પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સ્વતંત્રતા દિવસ સમારોહ 2026ના
ઉપક્રમે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
14 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તેમના સરકારી નિવાસ સ્થાને રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવીને રાષ્ટ્ર પ્રત્યે સન્માન, ગૌરવ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે તમામ રેલકર્મીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે કાર્મિક વિભાગ અમદાવાદ મંડળ દ્વારા નવી રેલવે કોલોની, સાબરમતી ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 140 અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન અમદાવાદ મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં તિરંગો લઈને સંપૂર્ણ ઉત્સાહ તથા દેશભક્તિની ભાવના સાથે સહભાગિતા નોંધાવી હતી.
ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સ અમદાવાદ જિલ્લા સંઘ દ્વારા ન્યૂ કોલોની, સાબરમતી તથા આસપાસના વિસ્તારોમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં 55 સ્કાઉટ્સ, ગાઇડ્સ, રોવર્સ, રેન્જર્સ અને યુનિટ લીડર્સે ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.
‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેના સન્માન અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો તેમજ સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે.
અમદાવાદ મંડળ દ્વારા સ્વતંત્રતા દિવસના અવસરે આયોજિત આ કાર્યક્રમોમાં રેલ પરિવારની સક્રિય સહભાગિતાએ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…
અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…
પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…
અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…
ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…
Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…