Gujarat Development

સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીએ..નીરના વધામણા

નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે


૧૦,૪૫૩ ગામો, ૧૯૧ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડી રહ્યો છે નર્મદા ડેમ
——
સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન રાજયભરના ૧૦૨૮ તળાવો ભરવામાં આવ્યા
——
સૌની યોજનામાં અંતર્ગત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ની જરૂરિયાતો અનુસાર ૧૬૭ તળાવો, ૧૦૧૪ ચેકડેમ અને ૪૫ ડેમ ભરવામાં આવ્યા

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના બુધવારે બપોરે સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૧ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૭ વખત – વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ તથા ૨૦૨૬માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર છે.આ સાથે પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના નીરના વધામણાં કરતાં કહ્યુ કે, ચાલુ વર્ષમાં સમગ્ર નર્મદા બેસીનમાં આવેલ કુલ પાણીના જથ્થાને ધ્યાને લઈને સામાન્ય વર્ષોમાં ગુજરાતને ફાળવવામાં આવતા ૯ મિલિયન એકર-ફૂટ (MAF) પાણીની સામે હાલમાં આશરે ૭.૯ મિલિયન એકર-ફૂટ (MAF) પાણી ઉપલબ્ધ છે.

આ ઉપલબ્ધ અમૂલ્ય જળનો કરકસરપૂર્વક, સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરી પાણીના દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

નોંધનીય છે કે, ચાલુ ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન ૨૦૧ MCM ( ૭૧૧૮ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૧૦૨૮ તળાવો ભરવામાં આવ્યા છે.

સૌની યોજનામાં ૨૮૮ MCM (૧૦૧૮૯ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૧૬૭ તળાવો, ૧૦૧૪ ચેકડેમ અને ૪૫ ડેમ ભરવામાં આવ્યા છે. આમ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પાણી વિતરણ કરવામાં આવેલ છે.

રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.

આ કાર્યક્રમમાં પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અગ્રસચિવશ્રી સંજીવ કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદશ્રી ડૉ. મુકેશભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણ તડવી, SSNNLના ચેરમેન અને એમ.ડી. શ્રી મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો ૮ વિકેટે ઐતિહાસિક વિજય

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો આ સૌથી મોટો સફળ રન-ચેઝ ગૌહાટી: સુબ્મન ગિલની વિસ્ફોટક અણનમ ૨૨૩…

1 day ago

NRI પાસેથી પ્રોપર્ટી ખરીદવા પર TDS ના નિયમો બદલાયા, 1 ઓક્ટોબરથી TAN નંબરની જરૂર નહીં રહે

NRI Property TDS | બિન નિવાસી ભારતીયો (NRI) પાસેથી મિલકત કે પ્રોપર્ટી ખરીદનારા ભારતીય નાગરિકો…

2 days ago

ફ્લોરિડા યુનિવર્સિટી કેમ્પસ નજીક વિદ્યાર્થી પર રંગભેદ અને હોમોફોબિક હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

Florida Student Assault | અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા (University of Florida) ના કેમ્પસ નજીક એક…

2 days ago

માત્ર 14 વર્ષની ઉંમરે અલ્ફારેટાના વિદ્યાર્થી આશ્રિત તલ્લુરીએ SATમાં મેળવ્યા પરફેક્ટ 1600 ગુણ

Ashrit Talluri SAT | અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના અલ્ફારેટા (Alpharetta) ખાતે રહેતા ભારતીય મૂળના 14 વર્ષના…

2 days ago

ભારતીય એસ્સાર ગ્રુપ આયોવામાં રૂ. 1.25 લાખ કરોડના ખર્ચે યુએસના ઈતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે

Essar Steel Iowa | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આયોવા (Iowa) રાજ્યમાં $15 Billion (આશરે…

2 days ago