સંધ્યા સભા
‘વિચરણ દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન સાથે થયો હતો.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતિ ઉદ્યાનની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે. પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધાના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. આ નગરમાં મુખ્ય ૬ વિષયો આવરી લેવામાં છે જે નીચે મુજબ છે.
૧.પ્રકૃતિમાં શ્રદ્ધા
૨.દેશમાં શ્રદ્ધા
૩.વિશ્વમાં શ્રદ્ધા
૪.ગુરુમાં શ્રદ્ધા
૫.ભગવાનમાં શ્રદ્ધા
૬.શાસ્ત્રોમાં શ્રદ્ધા
પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દૃઢપણે માનતા હતા કે, “ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે.”
***

BAPS ના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ચાર દાયકાઓ કરતાં વધુ સમયની અભૂતપૂર્વ વિચરણ યાત્રાના સાક્ષી એવા પૂ. વિવેકસાગર સ્વામીએ ‘સૌનું કલ્યાણ કરતી વિરલ સંત સરિતા’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વિક્રમી વિચરણની ગાથાને વર્ણવી હતી. તેમણે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે કલાકો સુધી વિચરણમાં પત્રલેખન પણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનથી લાખોના જીવન બદલાઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે. આજે ૨,૦૦,૦૦૦ આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે. પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે ૧૬૨ પ્રવૃતિઓ વિકસી, ૧૦૦૦ સાધુ બનાવ્યા, ૧૨૦૦ મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી. સત્યયમિત્રાનંદગિરિજી કહેતા કે આદિ શંકરાચાર્ય પછી આવું વિચરણ કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય મહંતસ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે. ”
***
ત્યારબાદ ‘પ્રમુખસ્વામીજીની અવિરત વિચરણ ગંગા’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
***

અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.
જાણીતા ગુજરાતી દૈનિક ‘નવગુજરાત સમય’ના તંત્રી શ્રી અજયભાઈ ઉમટે જણાવ્યું,” ”
‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (એનડીડીબી)ના ચેરમેન શ્રી મીનેશભાઈ શાહે જણાવ્યું, “ “
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું, “ “
પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું, “ “
સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શ્રી એસ. વી. રમન્નાએ જણાવ્યું , “ “
પતંજલિ યોગપીઠના સ્થાપક, યોગાચાર્ય પૂજ્ય યોગઋષિ બાબા રામદેવજીએ જણાવ્યું, “ “
કેન્દ્રીય વ્યાપાર અને વાણિજ્ય મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું, “ “
