Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિનીતૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’ યોજાઈ

H S December 27, 2022
27 civil main

ગુજરાત સહિત દેશભરની સરકારી હોસ્પિટલોમાં મંગળવારે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને ‘મોક
ડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં
ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમ્યાન અસારવા
વિધાનસભાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાધેલા, એડિશન મેડિકલ સુપરિટેડેન્ટ ડો. રજનીશ પટેલ, આર.એમ.ઓ. ડો.
સંજય કાપડીયા સહતિ સિનિયર ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ મોકડ્રિલ દરમ્યાન કોરોનાની સંભવિત પરિસ્થિતિને
લઇને 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા, બેડની ઉપલ્બધતા તથા દર્દીઓને એટેન્ડ કરવાની
તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.


અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલને લઇને અમદાવાદ સિવિલ
હોસ્પિટલના એડિશન મેડિકલ સુપરિટેડેન્ટ ડો. રજનીશ પટેલે કહ્યું કે, કોવિડ શંકાસ્પદ દર્દી જ્યારે હોસ્પિટલ
પરિસરમાં પહોંચે ત્યારે કેવી રીતે તબક્કાવાર તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અટેન્ડ કરવામાં આવશે તેની જાણકારી
ડમી દર્દી દ્વારા ઉપસ્થિત સૌને મોકડ્રિલ દ્વારા આપવામાં આવી હતી. આ માટે હોસ્પિટલ પરિસરમાં ઓપિડી
સ્ક્રીનિંગ એરિયા ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં કોવિડના શંકાસ્પદ દર્દીની તપાસ કરવામાં આવશે. થર્મલ ગન અને
ઓક્સિજન લેવલની તપાસ બાદ જો જરૂર હોય તો દર્દીને કોવિડ ટેસ્ટ માટેના વિભાગમાં રિફર કરવામાં આવશે.
હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. હાલમાં હોસ્પિટલમાં 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને
જરૂર પડે તો વધુ 300 બેડની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આ સાથે 20 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ પણ
તૈયાર છે. આમ, શંકાસ્પદ દર્દી હોસ્પિટલ આવે ત્યારથી લઈને વેન્ટિલેટર સહિત સારવારની તમામ સુવિધાઓ
હોસ્પિટલ દ્વારા ઊભી કરી દેવામાં આવી છે.

અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાધેલાએ કહ્યું કે, હાલમાં અમદાવાદની સિવિલ
હોસ્પિટલમાં એકપણ કોવિડ દર્દી નથી. તેમ છતાંય રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સુવિધાઓ

હોસ્પિટલમાં ઊભી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન,
વેન્ટીલેટર, જરૂરી દવાનો સ્ટોક, સેનેટાઇઝર, માસ્ક, પુરતો સ્ટાફ, પીપીઇ કીટ સહિતનો સ્ટોક પૂરતો હોવાનું પણ
તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી દર્શનાબેન વાધેલાએ સૌ નાગરિકોને માસ્ક પહેરવાની તેમજ જે નાગરિકોને
પ્રિકૉશન ડોઝ લેવાનો બાકી હોય તેઓને ડોઝ લઇ લેવાની અપિલ પણ કરી હતી.

અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં આયોજીત મોકડ્રીલ દરમ્યાન અમદાવાદ
સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો. જગદીશભાઇ સોંલકી, 1200 બેડની હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.
સંજય કાપડિયા, નર્સિગ સુપરિટેડેન્ટ બાબુભાઇ પ્રજાપતિ, ઇન્ચાર્જ મેડિકલ સ્ટોરના ડો. બાદલ ગાંધી, ઇન્ચાર્જ
બાયોમોડિકલના ડો. જે.એન. સોંલકી સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો
Next: પ્રમુખસ્વામી મહારાજે ૫૧ દેશો, ૧૭,૦૦૦ ગામો, ૨,૫૦,૦૦૦ ઘરોમાં વિક્રમસર્જક વિચરણ કરી ૮ લાખ કરતાં વધુ લોકોને વ્યક્તિગત મળીને આપ્યું માર્ગદર્શન 
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.