Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations

 –  *મુખ્યમંત્રીશ્રીના હસ્તે હેરીટેજ પોલિસી પોર્ટલ અને વિવિધ પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ* …..*ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી*- *શ્રી ભૂપેન્દ્ર પટેલ*

 *અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણીક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુજરાત ધરાવે છે*. *આ પ્રાચીન વિરાસતોમાંની રાણકી વાવ અને ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે*, તેમ તેમણે ઉમેર્યું હતું.  *રાજ્યના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે હેરીટેજ પ્રોપર્ટીના માલીકો અને પ્રવાસન વિભાગ વચ્ચે અંદાજે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં*. *ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલા ‘ગુજરાતના ભવ્ય વારસા’ની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ હેરીટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ- સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતેની વિવિધ પ્રવાસન સુવિધાઓના ઇ-લોકાર્પણ કર્યા હતા*. *મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતની ધરોહર ઉજાગર કરવાની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમમાં ગુજરાત સરકાર હેરિટેજ ટુરિઝમના વિકાસથી રાજ્યની પ્રાચીન વિરાસતોના વિશ્વભરમાં પ્રચાર માટે સતત પ્રયાસરત છે*.*આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયકારોને મદદરૂપ બનવા ગુજરાત સરકાર હર-હંમેશ કટિબદ્ધ છે* *કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા ટુરિઝમ સેક્ટરને ફરી પૂર્વ વત બનાવવા રાજ્ય સરકાર આ ટુરિઝમ  વ્યવસાયકારોની પડખે છે*.*તેમણે ઉમેર્યું કે, ટુરીઝમ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સાકાર કરી આ વ્યવસાય ને ફરી ધબકતો કરવા માટે ઇન્સેન્ટિવ્ઝ આપવાના ઇનિશિયેટિવ્ઝ લેવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે*. વધુને વધુ લોકો ગુજરાતના પ્રવાસન ધામો અને હેરીટેજ પ્લેસિસની મુલકાતે આવે તે માટે પણ પ્રયાસો કરીશું.  *મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ચાર ‘T’ -ટ્રેડીશન, ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રેડ ના સુત્રને ટૂરિઝમના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા*
*તેમણે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની પ્રાથમિક શાળાનો હેરિટેજમાં સમાવેશ વિશે અને ગાયકવાડી સરકારના સમયની ૧૦૦ વર્ષ જૂની શાળાને ‘પ્રેરણા કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે બજેટની જોગવાઇ વિશે છણાવટ કરી હતી*.     *મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન વિભાગ સાથે MOU કરનારા હેરીટેજ પ્રોપર્ટીઝના માલીકોને અભિનંદનને પઠવ્યા હતા**આ અવસરે વડોદરા રાજકોટ,સંતરામપુર,દેવગઢ બારિયા,બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોના હેરિટેજ ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાના એમ ઓ યુ થયા હતા*.       *મુખ્યમંત્રીશ્રીએ આ એમ.ઓ.યુ.થી ગુજરાતમાં હેરીટેજ પ્રવાસન વેગવંતુ બનશે અને ગુજરાત વર્લ્ડ હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ફેવરીટ ડેસ્ટીનેશન બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો*.    *શ્રી ભૂપેન્દ્ર પટેલે હેરીટેજ પોલિસી પોર્ટલ સંદર્ભે કહ્યું કે, હવે હેરીટેજ પ્રોપર્ટી ધારક એપ્લીકેશનથી લઇ ફી-પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે* *જે હેરીટેજ પ્રોપર્ટી ધારકો નવી હેરીટેજ પોલિસીનો લાભ લઇ, હેરીટેજ પ્રવાસન સ્થળ ઉભું કરવા માંગતા હોય તેમની સુવિધા અને ડિજિટલ ઇન્ડિયા ના કોન્સેપ્ટ ને વેગ આપવા માટે આ અદ્યતન પોર્ટલ બનવાયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું* આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ વિડિયો સંદેશના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસંગે પ્રવાસન રાજયમંત્રી શ્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રને વિશેષ ઊંચાઈ પર લઈ જવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ સતત પ્રયત્નશીલ છે.  આ પ્રસંગે પ્રવાસન વિભાગના સચિવશ્રી હારિત શુક્લા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આલોકુમાર પાંડે સહિત ગુજરાતના વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓ, હેરિટેજ ટુરિઝમ એસોસિએશનના અધિકારીઓ-પદાધિકારીઓ, ટુર ઓપરેટર્સ, વેડિંગ પ્લાનર્સ, લાઈન પ્રોડ્યુસર તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: