Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations

નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના  68મા જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનના આ ઉમદા કાર્યનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલા ખાતે
નિર્માણધીન ઓક્સિજન પાર્ક ખાતે 6800 વૃક્ષોના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વડના વૃક્ષનો છોડ રોપીને પાણી સીંચીને પ્રકૃતિ જતનના આ ઉમદા કાર્યનો
પ્રારંભ કરાવ્યો હતો. ડેપ્યૂટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિત ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ
પણ રોપાઓને પાણી સિંચન કરીને વૃક્ષારોપણ કર્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે સોલા ખાતે નિર્માણ પામી રહેલા ઑક્સિજન પાર્કમાં 6800 જેટલાં
વૃક્ષો વાવવામાં આવશે, જે આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
આ વૃક્ષારોપણ પ્રસંગે અમદાવાદના ધારાસભ્યશ્રીઓ – અમિતભાઈ શાહ, જીતેન્દ્રભાઈ
પટેલ, કૌશિકભાઈ જૈન, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર શ્રીમતી
ગીતાબેન પટેલ સહિત AMC સત્તાધીશો, કાઉન્સિલરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: