ભારત સરકારના રેલ્વે વિભાગ તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી આજ રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરના ખળી ચાર રસ્તા ખાતે માનનીય મંત્રી માર્ગ અને મકાન શ્રી પુરણેશભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ” રેલ્વે ઓવર બ્રિજ” નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભી સાહેબની ઉપસ્થિતિમાં ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે જી.આઈ.ડી.સી ના પૂર્વ ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

આ પ્રસંગે શ્રી નંદાજી ઠાકોર ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ, શ્રીમતી કૃપાબેન આચાર્ય નગરપાલિકા પ્રમુખ સિદ્ધપુર, શ્રી કિરણભાઈ શાસ્ત્રી ભાજપ શહેર પ્રમુખ સિદ્ધપુર, શ્રી પ્રવીણભાઈ મોદી, શ્રી નટુભાઈ પટેલ સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી એચ. સી. મોદી ચીફ ઇજનેર અને. સેક્રેટરી ગુજરાત સરકાર, શ્રી ગોહિલ સાહેબ પ્રાંત અધિકારી, શ્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

