Breaking News

No direct link between air pollution and lung disease Minister Lord Ram was Muslim Trinamool MLA Madan Mitra sparks row gbu-students-develop-indias-first-mrna-based-therapy-to-boost-ivf-success-rates harsh Sanghvi inaugurates many projects including khakhi bhavan PF

ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહયોગ શ્રી રાધા અને બીજી ગોપીઓ તથા ગોપાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન મસ્તી અને ધુન સાથે વૃંદાવનમાં ઝૂલતા હતા. આ ઉત્સવ એક વિશેષ સેવા છે જે ભક્તો ભગવાનને અપર્ણ કરે છે. ચોમાસું ભેજવાળું હોય છે અને ઠંડો વરસાદ પડવા છતાં પણવાતાવરણનું તાપમાન ગરમ રહે છે. આકાશમાંથી ઘનઘોર વર્ષા પડતા ઘણું બધું પાણી જમીન પર, અને ચોતરફ બધે પડે છે જેદરમ્યાન બધા જ ઈચ્છે કે હજુ વધુ પાણી મળે ને ઠંડક થાય. આ સમયે વરસાદના ભેજને કારણે હવા ભારે થવાથી હર કોઈ ખુશનુમાપવનની લહેર ઈચ્છે છે. આથી ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાનીના આનંદ અને તૃપ્તિ માટે તેમને ઝૂલનપરબિરાજમાન કરવાની વ્યવસ્થા કરે છે અને મંદ ગતિથી ઝૂલવતા પવનની લહેર ઉદભાવવામાં આવે છે.

આ ખૂબ જ આનંદ અનેસંતોષદાયક ઉત્સવ છે જેમાં ઝૂલનને મોટાભાગે ખૂબ જ સરસ રીતે વન લતાઓ , જાસ્મીન(માલતી) જેમાં ઋતુના નવા પુષ્પોનીમાળાથી શણગારવામાં આવે છે. કેટલીક વાર આહલાદક ગુલાબજળનો ઉપયાગ કરીને દૈવી દંપતી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાની ઉપર ઝૂલન દરમ્યાન છંટકાવ કરવામાં આવે છે.
ઝૂલણ ઉત્સવ ના પાંચમા ને છેલ્લો દિવસે શ્રી બલરામ જયંતિ ની ઉજવવણી કરવા માં આવી ભગવાન શ્રી
બલરામને ‘અચ્યુતગ્રજઃ’ તરીકે ઓળખવામાં આવે છે – તેમના મોટા ભાઈ પરમ ભગવાન કૃષ્ણ. તે ભગવાન કૃષ્ણનો સંપૂર્ણ વિસ્તરણ છે જે ભગવાનને તેમના વિવિધ મનોરંજનમાં મદદ કરવા માટે નીચે આવે છે. એવું કહેવાય છે કે ભગવાન બલરામની દયા વિના કોઈપણ વ્યક્તિ ભગવાન કૃષ્ણની નજીક ન જઈ શકે.


હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી શ્રી રાધા માધવને શ્રી બલરામ જયંતિ દિવસે ખૂબ જ સુંદરરીતે શણગારેલ ઝૂલન પરબિરાજમાન કરીને ઝૂલવવામાં આવ્યા. ઝૂલનને ભવ્ય ફૂલોથી સજાવવામાં આવ્યું જેમકે કેરીલેસન, સેવંતી, જરબારા, મેરીગોલ્ડ,
રજનીગંધા, ઓરચીડ,કામિની વિગેરે તથા રંગબેરંગી માળા, ફળો , સુકા મેવા વગેરેથી સુંદર રીતે સજજ કરવામાં આવશે. ભગવાન શ્રીશ્રી રાધા માધવને ઝૂલન પર બિરાજમાન કરાવી આરતી ઉતારવામાં આવી સથોસાથ ખાસ કિર્તન “જય રાધા માધવ ગીતી”નું ગાનકરવામાં આવ્યું. ભક્તોએ ભગવાનશ્રીની પ્રસન્નાર્થે જુદી જુદી જાતના ભોગ અર્પણ કર્યા. આખો દિવસ સતત કિર્તન અને ભજનનું ગાન કરવામાં આવ્યું તેમજ મંદિરની મુલાકાત લેનાર દર્શનાર્થીઓને ભગવાનશ્રીને ઝૂલવવાનો અવસર પ્રાપ્ત થયો.
આ વિષયસંદર્ભમાં શ્રી હરિ-ભક્તિ-વિલાસે કહ્યું છે કે “ ભગવાનશ્રીને પ્રસન્ન કરવા માટે ભક્તો દરેક પ્રસંગે અનેક તહેવારો રાખે છેઅને સતત સંકિર્તન કરે છે. તેમની ક્ષમતા અનુસાર ભક્તો ભગવાનશ્રી ને ઉનાળા દરમ્યાન બોટમાં બિરાજમાન કરી, શોભાયાત્રાયોજી, તેમના સુકોમળ શરીર પર ચંદનનો લેપ લગાવી, ચામરથી સજજ કરી, ઝવેરાતના હાર પહેરાવી, તેમનેસ્વાદિષ્ટ વ્યંજનો અર્પણ કરી, અને તેમને સુંદર ચંદ્રપ્રકાશમાં ઝૂલવવા માટે બહાર લાવવામાં આવે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: