Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ચાંદખેડા રોડ-સાબરમતી ‘D’ કેબિન નવી બ્રૉડ ગેજ Y-કનેક્ટિવિટી લાઈનનું CRS નિરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન

Chief Editor May 7, 2026
8 r11

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના યાત્રીઓને આધુનિક અને ઉત્તમ રેલવે સુવિધાઓ ઉપલબ્ધ થશે

પશ્ચિમ સર્કલના રેલવે સંરક્ષા કમીશનર (CRS) શ્રી શ્રીનિવાસે આજે તારીખ 07 મે 2026 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ચાંદખેડા રોડ-સાબરમતી ‘D’ કેબિન (આશરે 1.00 કિ.મી.) ઈન્ટરસેક્શનની નવી બ્રૉડ ગેજ Y-કનેક્ટિવિટી લાઈનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે આ નવી લાઇન પર મોટર ટ્રૉલી દ્વારા વિગતવાર નિરીક્ષણ કર્યું તથા લાઈનની સંરક્ષા અને પરિચાલન ક્ષમતાની આકારણી કરી. આ ઉપરાંત આ સેક્શન પર સ્પીડ ટ્રાયલ પણ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું.
આ નિરીક્ષણ દરમિયાન પ્રદીપ ગુપ્તા મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ), વેદ પ્રકાશ, મંડળ રેલવે મેનેજર, અમદાવાદ સહિત બાંધકામ અને ઓપન લાઈન વિભાગના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સાબરમતી ‘D’ કેબિન બાયપાસનો સૌથી મોટો ફાયદો એ હશે કે ઉત્તર અને પૂર્વ ભારતથી આવનારી-જનારી ટ્રેનો, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની ટ્રેનો, ને વ્યસ્ત સાબરમતી ‘D’ કેબિન ક્ષેત્રમાં પ્રવેશ કર્યા વગર વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થઈ શકશે. આનાથી ટ્રેનોની અવરજવર વધુ ઝડપી અને નિર્વિરોધ રહેશે તથા યાત્રીઓના યાત્રા સમયમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત, લોકો રિવર્સલ નાબૂદ થવાથી, સાબરમતી લાઇન પર વધુ ટ્રેનો ચલાવવા માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ચાંદખેડા રોડ બાયપાસ મારફતે ટ્રેન ડાયવર્ટ થવાથી અમદાવાદ (કાલૂપુર) અને સાબરમતી સ્ટેશનો પર ટ્રેનોનું દબાણ ઓછું થશે, જેનાથી પરિચાલન કુશળતામાં વૃદ્ધિ થશે. આ નવી Y-કનેક્ટિવિટી ભવિષ્યમાં વધારે ટ્રેનોના સંચાલનમાં પણ સહાયક સિદ્ધ થશે.
આ પરિયોજના પૂર્ણ થવાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના યાત્રીઓને આધુનિક અને ઉત્તમ રેલવે સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉત્તમ રેલવે સંપર્કને કારણે ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ તથા રિયલ એસ્ટેટ વિકાસને પણ પ્રોત્સાહન મળવાની સંભાવના છે. જેના કારણે અમદાવાદની આર્થિક પ્રગતિને નવી ગતિ મળશે.
નવી લાઈન ભારતીય રેલવેને એક વૈકલ્પિક અને સુમગ પરિચાલન પૂરૂં પાડશે, જેનાથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં યાત્રી સુવિધાઓ અને રેલવે સંચાલનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અપગ્રેડેડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ઓગસ્ટથી ટ્રેનોનું શિફ્ટિંગ શરૂ થશે
Follow

Recent Posts

  • ચાંદખેડા રોડ-સાબરમતી ‘D’ કેબિન નવી બ્રૉડ ગેજ Y-કનેક્ટિવિટી લાઈનનું CRS નિરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન
  • અપગ્રેડેડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ઓગસ્ટથી ટ્રેનોનું શિફ્ટિંગ શરૂ થશે
  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.