AI Chip Shortage | કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence – AI) ના ઝડપથી વધી રહેલા ઉપયોગ વચ્ચે વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ અને મેમરી ચિપ ઉત્પાદક કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ (Samsung Electronics) એ ગ્લોબલ સેમિકન્ડક્ટર (Semiconductor) ઉદ્યોગ માટે એક મોટી ચેતવણી આપતાં જણાવ્યું છે કે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ની સતત વધતી માંગને કારણે 2028 સુધી વિશ્વભરમાં ચિપની અછત (Chip Shortage) રહેવાની શક્યતા છે.
સેમસંગના જણાવ્યા અનુસાર, 2027 માં ચિપ સપ્લાય (Supply) પર દબાણ વર્તમાન પરિસ્થિતિ કરતાં વધુ વધી શકે છે અને તેની અસર 2028 સુધી ચાલુ રહી શકે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કંપનીએ તેના ચિપ બિઝનેસ (Chip Business) માં રેકોર્ડ પ્રોફિટ (Record Profit) નોંધાવ્યો છે. AI સર્વર્સ (Servers), ડેટા સેન્ટર્સ (Data Centers) અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (High-Performance Computing) માટે મેમરી ચિપ્સની સતત માંગને કારણે કંપનીની આવકમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
કંપનીના મેમરી બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જેજુન કિમ (Jaejune Kim) એ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ચિપની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ તેની સામે સપ્લાય એ જ ગતિએ વધારી શકાતી નથી.
સેમસંગે વિશ્વની 5 મોટી ડેટા સેન્ટર (Data Center) કંપનીઓ સાથે લોંગ-ટર્મ ચિપ સપ્લાય કરાર (Long-Term Chip Supply Agreement) કર્યા છે, જ્યારે અન્ય 5 મોટા ગ્રાહકો સાથે પણ કરાર અંતિમ તબક્કામાં છે. આ કરારો 5 વર્ષ માટેના છે અને તે કંપનીની પ્રોડક્શન કેપેસિટી (Production Capacity) ના લગભગ 60 થી 70 ટકા હિસ્સાને કવર કરે છે.
કંપની ખાસ કરીને હાઇ બેન્ડવિડ્થ મેમરી (High Bandwidth Memory – HBM) ચિપ્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનો ઉપયોગ AI પ્રોસેસર્સ (Processors) માં થાય છે.
નાણાકીય પરિણામો અનુસાર, સેમસંગના સેમિકન્ડક્ટર બિઝનેસે બીજી ક્વાર્ટરમાં 89.2 ટ્રિલિયન વૉન (આશરે 61.7 અબજ યુએસ ડૉલર) નો ઓપરેટિંગ પ્રોફિટ (Operating Profit) હાંસલ કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 250 ગણો વધુ છે.
જોકે, ચિપ બિઝનેસમાં રેકોર્ડ પ્રોફિટ છતાં સેમસંગના સ્માર્ટફોન બિઝનેસ (Smartphone Business) પર દબાણ જોવા મળ્યું છે. સેમિકન્ડક્ટરના ભાવ વધવાના કારણે સ્માર્ટફોન ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે, જેના લીધે મોબાઇલ યુનિટને 700 અબજ વૉનની ખોટ ગઈ છે.
આ સિવાય, કંપની અમેરિકાના ટેક્સાસ (Texas) સ્થિત તેના નવા પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે, AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing) ના સતત વિસ્તરણને કારણે આગામી 2 થી 3 વર્ષ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક અને તકોથી ભરેલા રહેશે.
