Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

PoK માં વિરોધ પ્રદર્શન: JAAC આંદોલન દબાવવા ISI એ બનાવી ‘Peace Committee’, જૈશ કમાન્ડર ઈલિયાસ કશ્મીરી સામેલ હોવાનો દાવો

Chief Editor August 5, 2026
PoK JAAC Movement

PoK JAAC Movement | પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં ચાલી રહેલા જેએએસી (JAAC) આંદોલનને રોકવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) એ કથિત રીતે ‘પીસ કમિટી’ (Peace Committee) ના નામે એક પ્રતિનિધિમંડળ રાવલાકોટ (Rawalakot) મોકલ્યું છે.

આ સમિતિ પર હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે તેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) નો સીનિયર કમાન્ડર ઈલિયાસ કશ્મીરી (Ilyas Kashmiri) પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

મળેલા 1 વાયરલ વીડિયો મુજબ, ઈલિયાસ કશ્મીરી આ કથિત ‘પીસ કમિટી’ નો ભાગ હતો અને વીડિયોમાં તે કેમેરાથી બચતો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ એ પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે કે જો આ ટીમ શાંતિ વાટાઘાટો માટે બનાવવામાં આવી હતી, તો તેમાં કોઈ કુખ્યાત આતંકી કમાન્ડરની હાજરી કેમ હતી.

ઈલિયાસ કશ્મીરી એ જ શખ્સ છે જેણે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી દાવો કર્યો હતો કે ભારતીય સેનાની કાર્યવાહીમાં મસૂદ અઝહર (Masood Azhar) ના પરિવારજનો માર્યા ગયા હતા.

બીજી તરફ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Laskhar-e-Taiba) પણ જેએએસી આંદોલન સામે ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યું છે. પ્રાપ્ત ઈનપુટ્સ અનુસાર, આ સંગઠન સ્થાનિક જેએએસી નેતાઓને ‘ગદ્દાર’ કહીને તેમની વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે.

સ્થાનિક નાગરિકોના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જન આંદોલન વચ્ચે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ ની આ ચાલાકી સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન, તેની સૈન્ય એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: ISI (આઈએસઆઈ) Laskhar-e-Taiba (લશ્કર-એ-તૈયબા) Masood Azhar (મસૂદ અઝહર) Operation Sindoor (ઓપરેશન સિંદૂર) PoK

Post navigation

Previous: સૌનમ વાંગચુકની અપીલ બાદ ઝારખંડના વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતોએ જળ ઉપવાસ સમાપ્ત કર્યા
Next: E20 વિવાદ: નિતિન ગડકરી સાથે જોડાયેલી AI ડીપફેક તસવીરો અને વીડિયો દૂર કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.