Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Gujarat Development
  • ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે : શ્રી અજય બંગા પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક

ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે : શ્રી અજય બંગા પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક

H S July 16, 2023
17 sch3

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ્સ – સ્માર્ટ ડિઝાઇન અને સફળ પ્રોજેક્ટ્સનું ઉદાહરણ: વૈશ્વિક સ્તરે અન્ય દેશોમાં તેની અમલવારી કરવામાં આવશે

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની સફળતા, તેને અન્ય રાજ્યોમાં પણ અમલમાં મૂકવા માટે પ્રેરણા આપી રહી છે: યુએસ સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ યેલેન

વિદ્યા સમીક્ષા કેન્દ્ર થકી થઇ રહેલા ઓનલાઈન રીયલ ટાઇમ મોનીટરીંગથી પ્રભાવિત થયા મહાનુભાવો

વર્લ્ડ બેંક ગ્રુપના પ્રમુખ શ્રી અજય બંગા અને યુનાઇટેડ સ્ટેટ્સના સેક્રેટરી શ્રીમતી જેનેટ યેલેને આજે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ કેન્દ્રની કામગીરીને સમજવા માટે એક કલાક કરતાં વધુ સમય લીધો હતો, આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક અગ્રણી પહેલ છે અને રીઅલ-ટાઈમ ઓનલાઇન ડેટા આધારિત શિક્ષણ વ્યવસ્થાપનનો એક ભાગ છે. આ કેન્દ્રમાં તેઓએ ઓનલાઈન એટેન્ડન્સ, ઓનલાઈન એસેસમેન્ટ અને એક્રેડીટેશનની વિગતોના ડેશબોર્ડ્સ સમજવામાં ખુબ જ ઉત્સાહી રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ અને રૂબરૂ વાતચીત કરી હતી.

મહાનુભાવોએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 2001 થી શાળા શિક્ષણના પરિવર્તનની બે દાયકાની ગુજરાતની સફર પરનો વિડિયો નિહાળ્યો હતો, જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બીગ ડેટા એનાલીસીસ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડથી પ્રત્યેક વિદ્યાર્થીના શિક્ષણ અંગે વિગતો સાથે લર્નિંગ આઉટકમ્સમાં સુધારાત્મક પગલાઓની બાબતોને આવરીને વર્ગખંડ શિક્ષણમાં વિષયની સિદ્ધિઓ મેળવી શકાય છે તે વિશે જણાવાયું હતું.

વર્લ્ડ બેંકના પ્રમુખ શ્રી અજય બંગાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ દરેક દેશ માટે અગત્યનો ભાગ છે અને દરેક દેશમાં શિક્ષણક્ષેત્રમાં અલગ-અલગ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ભારતના ગુજરાત રાજ્ય સ્માર્ટ ક્લાસ રૂમ્સ બનાવવા અને દરેક શાળામાં ઓછામાં ઓછો એક સ્માર્ટ કલાસરૂમ બનાવવાના વિચાર સાથે આગળ આવ્યું છે. શિક્ષણ માટે માત્ર ટીચિંગ-લર્નિંગ જ નહિ પરંતુ તેના પર ડેટા-ટ્રેકિંગ કરીને તેના વિશ્લેષણ પરથી લેવામાં આવેલા નિર્ણયો પણ મહત્વનો ભાગ ભજવે છે. જેના થકી શિક્ષણને ઉત્કૃષ્ઠ બનાવી શકાય અને તેથી સારા પરિણામો પ્રાપ્ત થાય થઇ શકે.“

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમકક્ષ કેન્દ્ર દેશના અન્ય ભાગોમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક મોડેલ તરીકે વિકસાવવાની જરૂર છે. આ પ્રકારના પ્રકલ્પોને સમગ્ર દેશમાં અને વિશ્વસ્તરે અપનાવવામાં આવે તેઓ પ્રયાસ કરીએ. સૌથી વધુ યુવા જનરેશન ધરાવતા દેશમાં વિકાસ કેવી રીતે થાય છે તેના ઉદાહરણ તરીકે આ કેન્દ્રને ઉજાગર કરી શકાય છે.”

તેઓએ જણાવ્યું હતું કે, “તેઓ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને ખુબ જ ઉત્કૃષ્ઠ કાર્યરત આ સેન્ટર અંગે વિગતો આપશે અને ગુજરાતના શિક્ષણમાં આવેલ આમૂલ પરિવર્તનની વાત કરીને દેશ અને દુનિયાના સ્તરે આ પ્રકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર નિર્માણ પામે તે અંગે વિસ્તૃતમાં જણાવશે.”

શ્રી અજય બંગાએ ઉમેર્યું હતું કે, “વર્લ્ડબેંક જેને લોન આપે છે તે સુનિશ્ચિત કરે છે કે લોનની રકમ માંથી શાળાઓની ગુણવત્તા સુધારવા સંદર્ભે કેટલી વિદ્યાર્થીનીઓ શાળાએ ગઈ? અને કેટલા વિદ્યાર્થીઓ શાળાએ ગયા? કેટલાએ કૌશલ્ય થકી સારી નોકરી પ્રાપ્ત કરી ? આ પ્રકારની બાબતોને ધ્યાને લેવામાં આવે છે. આ જોતા વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશ્વસ્તરે એક અનુકરણીય મોડલ છે.”

અજય બાંગા, પ્રમુખ, વર્લ્ડ બેંકએ પણ GOAL પ્રોજેક્ટને પ્રેરણાદાયી ગણાવ્યો હતો અને દુનિયાના અન્ય દેશો અને રાજ્યોમાં પણ આ પ્રકારના પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે વર્લ્ડ બેંક સહાય કરશે તેમ જણાવ્યું હતું.

યુએસ સેક્રેટરી ઓફ ટ્રેઝરી યેલેને જણાવ્યું હતું કે, “આ મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સની સફળતા અન્ય રાજ્યોમાં તેને અમલીકૃત કરવા માટે પ્રેરણા આપી રહી છે. ગરીબીને નાબુદ કરવા અને વિકાસને ઉત્તેજન આપવા માટે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુખ્ય બાબત છે. વર્લ્ડ બેંક અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે સ્માર્ટ રીતે ડિઝાઇન કરાયેલા પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ શું આપી શકાય છે તે દર્શાવે છે અને વધુ નવીનતાઓને પ્રોત્સાહન આપે છે”.

આ મહાનુભાવો દ્વારા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની નવા નદીસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી તેઓને ટેકનોલોજીથી શિક્ષણમાં થયેલ બદલાવ અને તેમને થયેલ ફાયદા વિષે માહિતી મેળવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રાજ્યના શાળા શિક્ષણમાં થયેલ આમૂલ પરિવર્તન માટે બોરીજ પ્રાથમિક શાળા, ગાંધીનગર અને ભાડજ પ્રાથમિક શાળા, અમદાવાદના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને SMC (સ્કુલ મેનેજમેન્ટ કમિટી) મેમ્બર સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી હતી અને મહાનુભાવોના અભ્યાસ કાળના પસંદગીના વિષયો, શોખ, મનપસંદ રમતગમત, તેમજ મહાનુભાવોની વિદ્યાર્થીકાળની મહત્વાકાંક્ષાઓ અને પ્રેરણાસ્ત્રોત જેવી બાબતો વિશે જાણકારી મેળવી હતી.

ડૉ. કુબેરભાઈ ડીંડોર, કેબીનેટ મંત્રી, શિક્ષણ વિભાગ અને શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણમંત્રી, રાજ્યકક્ષા તેમજ શ્રી જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ, ગુજરાત સરકાર પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વર્લ્ડ બેંકની ટીમમાંથી ઓગસ્તે તાનુ કાઉમે, કન્ટ્રી ડીરેક્ટર, ઇન્ડિયા અને શબનમ સિંહા, એજ્યુકેશન સ્પેશીયાલીસ્ટ હાજર રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Panchtatva Echoes: NIFT Gandhinagar Weaves Honorable Prime Minister’s Vision of ‘Mission LiFE’ into a Mesmerizing Fashion Showcase
Next: AI આધારીત વિશ્વના દેશોની યુવતીઓના સૌંદર્ય…ભારતથી અમેરિકા સુધી….14દેશો

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.