Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Health
  • અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે  સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે  સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

H S January 29, 2023
29 h1

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કૌશલ્ય
માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક
ઓફ ઇયર સર્જરીનું વિમોચન કરવામાં આવ્યું હતુ.


આરોગ્ય મંત્રી શ્રીએ જણાવ્યું કે, ‘પ્રેક્ટિકલ હેન્ડબૂક ઓફ ટેમ્પોરલ બોન્ડ અને મિડલ
ઈયર ક્લેફ્ટ’એ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સર્જીકલ માર્ગદર્શિકા છે જેનો ધ્યેય
સર્જીકલ પ્રક્રિયાના અનુસરણ અને તેના મહત્વની ઊંડાણપૂર્વક સમજૂતી આપવાનો છે. જેનાથી
સર્જરી સહજ અને સરળ રીતે કરી શકાશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાઈ એન્ડ
માઈક્રોસ્કોપ કૌશલ્ય સર્જરી માટે સ્કીલ લેબ અને પ્રેક્ટિકલ હેન્ડ બુક ઓફ ઇયર સર્જરીનું
લોકાર્પણ કરતા મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. આજે ભારત વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરીને
વિશ્વગુરુ બનવા તરફ આગળ વધ્યું છે. ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે બહુઆયામી
વિકાસ સાધ્યો છે. અગાઉ આપણે આરોગ્ય ક્ષેત્રે અન્ય પાસેથી યંત્રો લાવીને સર્જરી કરતા
હતા, જ્યારે આજે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અને માળખાકીય સુવિધાઓમાં

સતત વિકાસના પરિણામે હોસ્પિટલમાં મોંધાથી મોંધા ઉપકરણો વિકસાવવામાં આવ્યાં છે. આજે
ગુજરાતે આરોગ્ય સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસની ગતિને વેગ પકડ્યો છે.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના દરેક જિલ્લામાં
મેડિકલ કૉલેજ ઉપલબ્ધ બનાવવાના જોયેલા સ્વપ્નને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના
નેતૃત્વ હેઠળની સરકાર આગળ વધારી રહી છે. જેના પરિણામે આજે રાજ્યમાં 36 મેડિકલ
કૉલેજ ઉપલબ્ધ બનતા 6700 જેટલા અન્ડર ગ્રેજ્યુએટ એમ.બી.બી.એસ. ડૉક્ટર્સ દર વર્ષે
ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ બનાવીને યુ.જી. ઉપરાંત પી.જી.
અને સ્પેશ્યલ ડૉકટર્સની સંખ્યામાં પણ વધારો કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે તેમ
તેમણે કહ્યું હતુ.


તેમણે વધુમા જણાવ્યું કે, રાજ્ય સરકારના દર્દીલક્ષી અભિગમ અને પ્રયાસોના
પરિણામ સ્વરૂપ ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 900 કરોડના ખર્ચે
આરોગ્યલક્ષી સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધાઓના નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે.જેના થકી આ
બંને હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ
બનતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
કોરોના રસીકરણના સંદર્ભમાં મંત્રી શ્રીએ જણાવ્યું કે , કોરોના મહામારીમાં
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિશ્વના અન્ય
દેશો સમક્ષ ભારતની ક્ષમતાનો પરચો બતાવ્યો છે. તાજેતરમાં જ દેશમાં વિકસેલી સ્વદેશી
કોવિશીલ્ડ અને કો-વેક્સીન દુનિયાની શ્રેષ્ઠ રસીઓમાં સ્થાન મેળવ્યું છે જે સમગ્ર દેશ માટે
ગૌરવપૂર્ણ ક્ષણ છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને સરળતાથી શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ
મળી રહે તે દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધરીને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની
સહાય ને રૂ. 10 લાખ કરવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે જેની શરૂઆત થોડાક દિવસોમાં
કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
અંતે તેમણે દાતાશ્રીઓના યોગદાન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ સોલા સિવિલ
મેડિકલ કોલેજ અને હોસ્પિટમાં ડૉક્ટરોના સફળ પ્રયત્નોને બિરદાવ્યા હતા અને આવી જ રીતે
અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ થતો રહે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના મેડિકલ એજ્યુકેશનના એડિશનલ ડાયરેક્ટર ડૉ.
રાધવેન્દ્ર દીક્ષિત, સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. દીપિકા સિંધલ,
જી.એમ.ઇ.આર.એસ. સોલા કૉલેજના ડીન ડૉ. નિતીન વોરા, ઇ.એન.ટી. વિભાગના વડા ડૉ.
નીના ભાલોડિયા સહિત ડોક્ટર્સ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.


About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમારોહયોજાયો
Next: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ
ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ (GUTS)નો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
weight-gain-after-workout-reasons-and-fitness-tips

વર્કઆઉટ કરવા છતાં પણ વધી રહ્યું છે વજન? જાણો ક્યાં છે ભૂલ

Chief Editor February 25, 2026
holi color

હોળીના સિન્થેટિક રંગોથી સાવધાન: સ્કીન, આંખો અને ફેફસાંને થઈ શકે છે ગંભીર નુકસાન

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.