Surat Child Abduction | સુરત (Surat) ના કાપોદ્રા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ફૂટપાથ પર માતાની પડખે સૂતેલી 3 વર્ષની બાળકીનું અપહરણ (Abduction) કરવામાં આવ્યું હતું. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની સતર્કતાને કારણે બાળકીને મધ્યપ્રદેશના રતલામ (Ratlam) પાસેથી હેમખેમ છોડાવી લેવામાં આવી છે.
બનાવની વિગત: મૂળ દેવભૂમિ દ્વારકાની મહિલા પતિ સાથે અણબનાવ થતાં તેની 3 વર્ષની દીકરી સાથે સુરત રહેવા આવી હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર રાત્રે મહિલા ભરઊંઘમાં હતી, ત્યારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એક શખ્સે બાળકીનું અપહરણ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે જ્યારે માતાની આંખ ખુલી ત્યારે બાળકી ગાયબ જણાતા કાપોદ્રા પોલીસ (Police) ને જાણ કરવામાં આવી હતી.
CCTV ફૂટેજ અને રેસ્ક્યુ ઓપરેશન: પોલીસ તપાસમાં CCTV ફૂટેજ દ્વારા જાણવા મળ્યું કે એક 30 વર્ષીય યુવક બાળકીને રિક્ષામાં બેસાડી રેલ્વે સ્ટેશન (Railway Station) ગયો હતો અને ત્યાંથી ઈન્દોર જતી ટ્રેનમાં (Train) બેસી ગયો હતો. ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત ક્રાઈમ બ્રાન્ચ રતલામ પહોંચી હતી. રતલામથી 60 કિમી દૂર આવેલા બજના ગામમાં પોલીસે ઓપરેશન (Operation) હાથ ધરતા, અપહરણકાર બાળકીને રસ્તામાં મૂકી ફરાર (Absconding) થઈ ગયો હતો. હાલ પોલીસે બાળકીનો કબજો મેળવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…