Surat Gas Blast | સુરત જિલ્લાના પલસાણા (Palsana) તાલુકાના ચલથાણ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક રહેણાંક ઘરમાં ગેસ લીકેજ (Gas Leakage) થયા બાદ થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં (Blast) ઘર માલિક, પાડોશી મહિલા અને તેના પુત્ર સહિત કુલ 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
ઘટનાની વિગત: મૂળ ઉત્તર પ્રદેશના વતની નીરજ મિશ્રા (Neeraj Mishra) ચલથાણના ખુમાનસિંહની વાડી વિસ્તારમાં રહેતા હતા. ગત 17 એપ્રિલના રોજ તેમના રૂમમાં ગેસ લીક થયો હતો. નીરજ જ્યારે નોકરીથી પરત આવ્યા ત્યારે પાડોશમાં રહેતી મહિલા દુર્ગાવતી યાદવે તેમને ગેસની ગંધ (Smell) આવતી હોવાની જાણ કરી હતી. તપાસ કરવા માટે નીરજે જેવી રૂમની લાઈટ (Light Switch) ચાલુ કરી, કે તરત જ જોરદાર વિસ્ફોટ થયો હતો.
સારવાર દરમિયાન તોડ્યા દમ: આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે નીરજ મિશ્રા, પાડોશી મહિલા અને તેમના 4 બાળકો ગંભીર રીતે દાઝી (Burn Injuries) ગયા હતા. તમામ 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન નીરજ મિશ્રા, દુર્ગાવતી દેવી અને તેમના પુત્ર અનુજનું મોત થયું છે. એકસાથે 3 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…