Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સુરતમાં ફૂટપાથ પર સૂતેલી માતાના પડખામાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે રતલામથી રેસ્ક્યુ કર્યું

Chief Editor April 23, 2026
Surat Child Abduction

Surat Child Abduction | સુરત (Surat) ના કાપોદ્રા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ફૂટપાથ પર માતાની પડખે સૂતેલી 3 વર્ષની બાળકીનું અપહરણ (Abduction) કરવામાં આવ્યું હતું. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની સતર્કતાને કારણે બાળકીને મધ્યપ્રદેશના રતલામ (Ratlam) પાસેથી હેમખેમ છોડાવી લેવામાં આવી છે.

બનાવની વિગત: મૂળ દેવભૂમિ દ્વારકાની મહિલા પતિ સાથે અણબનાવ થતાં તેની 3 વર્ષની દીકરી સાથે સુરત રહેવા આવી હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર રાત્રે મહિલા ભરઊંઘમાં હતી, ત્યારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એક શખ્સે બાળકીનું અપહરણ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે જ્યારે માતાની આંખ ખુલી ત્યારે બાળકી ગાયબ જણાતા કાપોદ્રા પોલીસ (Police) ને જાણ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Group

CCTV ફૂટેજ અને રેસ્ક્યુ ઓપરેશન: પોલીસ તપાસમાં CCTV ફૂટેજ દ્વારા જાણવા મળ્યું કે એક 30 વર્ષીય યુવક બાળકીને રિક્ષામાં બેસાડી રેલ્વે સ્ટેશન (Railway Station) ગયો હતો અને ત્યાંથી ઈન્દોર જતી ટ્રેનમાં (Train) બેસી ગયો હતો. ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત ક્રાઈમ બ્રાન્ચ રતલામ પહોંચી હતી. રતલામથી 60 કિમી દૂર આવેલા બજના ગામમાં પોલીસે ઓપરેશન (Operation) હાથ ધરતા, અપહરણકાર બાળકીને રસ્તામાં મૂકી ફરાર (Absconding) થઈ ગયો હતો. હાલ પોલીસે બાળકીનો કબજો મેળવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Kidnapping (અપહરણ) Surat (સુરત)

Post navigation

Previous: સુરતના પલસાણામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ: ઘર માલિક અને પાડોશી સહિત 3 ના મોત
Next: અમદાવાદના જુહાપુરામાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી બાબતે 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.