Gujarat

સુરતનું ‘ચુડેલ’ ગામ હવે ‘ચંદનપુર’ તરીકે ઓળખાશે, 8 વર્ષની લડત બાદ નામ બદલાયું

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા એક ગામના લોકોની લાંબા સમયની માગણીનો આખરે સુખદ અંત આવ્યો છે. ગામના અજીબોગરીબ નામને કારણે વર્ષોથી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહેલા ‘ચુડેલ’ ગામનું નામ હવે સત્તાવાર રીતે બદલીને ‘ચંદનપુર’ કરી દેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 7મી જુલાઇ, 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું (Official Notification) બહાર પાડવામાં આવ્યું છે.

આ સરકારી આદેશ અન્વયે તમામ સરકારી રેકોર્ડમાં (Government Records) જરૂરી સુધારા કરીને ગામનું નવું નામ દાખલ કરવા તાકીદ કરાઈ છે.

surat mandvi Chudel Village Renamed as CHANDANPUR

સરકારી દસ્તાવેજોમાં ગુજરાતીમાં ચંદનપુર, દેવનાગરીમાં चंदनपुर અને રોમનમાં CHANDANPUR લખવાનું રહેશે. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, વર્ષ 2018થી ગ્રામ પંચાયત (Gram Panchayat) દ્વારા તાલુકા, જિલ્લા અને કલેક્ટર કચેરી (Collector Office) સ્તરે લેખિત રજૂઆતો કરાતી હતી.

આશરે 8 વર્ષની લાંબી વહીવટી પ્રક્રિયા (Administrative Process) અને સ્થાનિકોના સતત પ્રયાસો બાદ આ સફળતા મળી છે. અંદાજે 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો બહાર નામ લેતા સંકોચ અનુભવતા હતા, પરંતુ હવે નવું નામ ‘ચંદનપુર’ થતાં ગ્રામજનોમાં ભારે આનંદનો માહોલ છે.

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

12 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

13 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

13 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

13 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago