National

ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ થયું

Vikram-1 Rocket Launch | ભારતના સ્પેસ સેક્ટરમાં (Space Sector) આજે એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત પ્રાઇવેટ સ્પેસ સ્ટાર્ટઅપ (Private Space Startup) ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ (Private Orbital Rocket) ‘વિક્રમ-1’ (Vikram-1) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધનના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

આ ઐતિહાસિક લોન્ચિંગ (Launching) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર (Sriharikota Space Center) પરથી સવારે 11:30 વાગ્યે થવાનું હતું. જો કે, લોન્ચિંગની બરાબર 5 મિનિટ પહેલા ટેકનિકલ કારણોસર કાઉન્ટડાઉન (Countdown) હોલ્ડ કરવું પડ્યું હતું. જરૂરી ચકાસણી બાદ પ્રક્રિયા ફરી શરૂ કરાઈ અને બપોરે 12:05 વાગ્યે રોકેટે સફળ ઉડાન ભરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસના આ પ્રોજેક્ટને ‘મિશન આગમન’ (Mission Aagman) નામ આપવામાં આવ્યું છે. આ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (Low Earth Orbit) 450 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે, જેમાં ગ્રહ સ્પેસ, કોસ્મોસર્વ સ્પેસ, ડીક્યુબ્ડ અને સ્કાયરૂટનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ (Payload) સામેલ છે.

સામાન્ય રીતે સબ-ઓર્બિટલ (Sub-orbital) રોકેટ માત્ર અવકાશની સરહદ સુધી જઈ પાછું ફરે છે, જ્યારે ઓર્બિટલ રોકેટ સેટેલાઇટને (Satellite) પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરે છે. આ સફળતા સાથે જ ભારતની કોઈ પ્રાઇવેટ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સ્કાયરૂટની ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “આ મિશન એક આગમન છે, જેને હજુ આગળ વધારવાનું છે.” પીએમ મોદીએ ટીમની યુવા ઉર્જાના વખાણ કરતા કહ્યું કે, “તમારી આખી ટીમ 20-30 વર્ષના યુવાનોની દેખાય છે જે દેશના યુવાધનને પ્રેરિત કરશે. શરૂઆતમાં ચહેરા પર ચિંતા હતી, પણ હવે ખુશીનો માહોલ જોઈને હું પણ ખૂબ આનંદિત છું.”

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

13 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

14 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

14 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

14 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago