Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Uncategorized
  • Video: સાવલીના ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી વર્ષે કરે છે લાખોની કમાણી, જાણો તેમની ખેતી કરવાની રીત

Video: સાવલીના ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી વર્ષે કરે છે લાખોની કમાણી, જાણો તેમની ખેતી કરવાની રીત

Chief Editor August 8, 2025
Savli farmer earns lakhs of rupees annually through natural farming

Savli farmer earns lakhs of rupees annually through natural farming

પ્રાકૃતિક ખેતી | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય જ્યારે સમૃદ્ધ, સ્વસ્થ અને રસાયણ મુક્ત ખેતી માટે સતત પ્રયાસશીલ છે. ત્યારે એવી જ એક પ્રેરણાદાયક સફળતાની કહાણી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના 42 વર્ષીય ખેડૂત દશરથસિંહ મંગલસિંહ ઝાલાની જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ભરપૂર આર્થિક લાભ મેળવી રહ્યા છે.

ખેતી કરે છે
લગભગ છેલ્લા નવ વર્ષ પહેલાં શરૂ કરેલ દશરથસિંહ ઝાલા તેમની 3 વીઘા જમીનમાં બહુ-પાક પદ્ધતિ દ્વારા તેમની આવક વધારી રહ્યા છે અને આ વર્ષે તેમણે પ્રથમ વખત અમેરિકન મકાઈનું વાવેતર કર્યું છે અને લગભગ 5 લાખ રૂપિયા કમાવવાની અપેક્ષા રાખે છે. પપૈયા, કેળા, ગલગોટા અને મરચા જેવા અન્ય આંતર-પાક તેમને વધુ પાંચ લાખ રૂપિયા કમાવશે.

પિતાના અવસાન પછી ખેતી સંભાળી
દશરથસિંહ ઝાલાનો મૂળ વ્યવસાય તો છેલ્લા 22 વર્ષથી ટ્રાન્સપોર્ટનો છે. પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી સાથે ખેતીમાં ધ્યાન અપાયું નથી. અને અંદાજિત વર્ષ 2017 પહેલાં ખેતીમાં નુકસાન અને ખર્ચ વધું થતાં ખેતી કરવાનું માંડી વાળવાનું અને પોતાની એકની એક ગાયને વેચી દેવાનું વિચાર્યું હતું. અને આજે માત્ર 3 વીઘા જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક 10 લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે. તેમની ખેતી માત્ર આવકનું સાધન નથી રહી પરંતુ એક ચિંતન, એક સંકલ્પ અને એક સંદેશ બની ગઈ છે.

ગાય આધારીત ખેતી અપનાવી
વર્ષ 2021 થી આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયા અને દશરથસિંહ ઝાલાએ પોતાની એકની એક ગાયને વેચવાનું વિચાર્યું હતું એ માંડી વાળ્યું અને ઉપરથી અન્ય ગાયો પણ લઈ આવ્યા. અત્યારે દશરથસિંહ ઝાલા પાસે 4 ગાય છે. તેમના માટે તેઓએ એક તબેલો બનાવ્યો છે જેમાં ગાયોને પાણી પીવા માટે ઓટોમેટિક વોટર સિસ્ટમ મૂકી છે જેથી ગાયોને પાણી આપવામાં સમય વેડફાય નહીં અને ગાયોને જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે પી શકે.

બહુ પાક પદ્ધતિ અને પંચસ્તરિય ખેતી
ખેડૂત દશરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, મોટા ભાગનો ખર્ચ જે પહેલા ખાતર પાછળ કરવો પડતો હતો એ ખર્ચ હવે 0 ટકા થઈ ગયો છે. પહેલા વર્ષે કેળાંની ખેતી કરી એમાં સફળતા મળ્યા પછી બટાટાની ખેતી કરી જેમાં વર્ષ 2020 માં બટાટાના 50 કિલોના 700 કટ્ટા જેટલો પાક મળ્યો હતો. ત્યારબાદ કેળાંની ખેતી કરી તેમાં દર વર્ષે આવક અને પાક બમણો થતો જાય છે. અગાઉ ખાતર લાવવા અને બિનજરૂરી ઘાસ કાઢવાની મજૂરી એમ લગભગ 50,000 જેટલો ખર્ચ એમનેમ જ થઈ જતો હતો જે હવે બિલકુલ ઓછો થઈ ગયો છે.

આંતર-પાક ખેતી કરી
વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017 થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને બહુ-પાક પદ્ધતિથી પંચસ્તરિય શૈલીની ખેતી કરી રહ્યા છે. નારિયેળ, દાડમ, કેરી, સફરજન, ચિકુ, બેરી અને અંજીર જેવા અન્ય પાકોની સાથે મકાઈ, પપૈયા, કેળા, ગલગોટા, મરચાની આંતર-પાક તરીકે ખેતી કરી છે. તથા ખેતરમાં ખેડાણ કરવા માટે સ્વ-ડિઝાઇન કરેલ પાવર ડ્રિલર અને નાના ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ સારા પરિણામ મેળવી રહ્યો છું.

સાવલીમાં મારી સાથે 11 ખેડૂતોનું વર્તુળ છે કે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. અમે સહુએ ભેગા મળીને અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ તેમજ એના ફાયદા અંગેની જાણકારી આપીને તેમને પણ આ ખેતી અપનાવવા માટે અપીલ કરીને તાલીમ આપી છે. આવનાર સમયમાં સમગ્ર સાવલી તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એ અમારો સંકલ્પ છે એમ પૂર્ણ આત્મવિશ્વાસથી દશરથસિંહ ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું.

વડોદરાના સાવલીના ભાદરવા ગામના ખેડૂત દશરથસિંહે પ્રાકૃતિક ખેતી થકી અમેરિકન મકાઈનું વાવેતર કર્યું…

માત્ર 3 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક સારી એવી કમાણી કરતા વડોદરાના ખેડૂત…#NaturalFarming #OrganicFarming #agriculture #Vadodara pic.twitter.com/BGdfch2duL

— Gujarat Information (@InfoGujarat) August 7, 2025


આ પણ વાંચોઃ રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર


સચરાચરની Whatsapp Channelમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Natural farming (પ્રાકૃતિક ખેતી) Vadodara (વડોદરા)

Post navigation

Previous: Video : સુરતમાં ટ્રાફિક પોલીસ વાહન ઉપાડી જતા છોકરીઓ એટલું રડી જ્યાં સુધી વાહન ના છૂટ્યું
Next: તાપી કે તારે: તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે

Related News

US-Iran talks conclude with claims of progress but few details

US Iran Deal: અમારી શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! ઈરાનને અમેરિકાની ધમકી

Chief Editor February 27, 2026
Larry the Cat

UKનો સરકારી બિલાડો ‘લેરી’: 6 PM બદલાયા પણ 15 વર્ષથી ‘સત્તા’માં!

Chief Editor February 17, 2026
India-Seychelles Relations

ભારત-સેશેલ્સ સંબંધો: PM મોદી અને પ્રમુખ હર્મિનીની ખાસ મુલાકાત

Chief Editor February 9, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

US F-15 fighter jet crashed in Kuwait

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

Chief Editor March 2, 2026
International Flights Cancelled

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

Chief Editor March 2, 2026
Copper Price

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

Chief Editor March 2, 2026
Gold and Silver

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનું ₹1.66 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

Chief Editor March 2, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.