Business

અમેરિકામાં રિલાયન્સનું મેગા ઇન્વેસ્ટમેન્ટ: ટ્રમ્પની જાહેરાત, 50 વર્ષ બાદ ટેક્સાસમાં ખુલશે નવી ઓઈલ રિફાઈનરી

Reliance Investment in US: અમેરિકન પ્રમુખ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ટેક્સાસમાં 50 વર્ષ પછી પહેલી નવી ઓઈલ રિફાઈનરી (Oil Refinery) સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ભારતની જાયન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited – RIL) મુખ્ય ભાગીદાર બની છે અને અબજો ડોલરનું રોકાણ (Investment) કરવા જઈ રહી છે.

ઐતિહાસિક $300 બિલિયનની ડીલ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર માહિતી આપી કે ‘અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ’ (America First Refining) ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં દેશની પ્રથમ નવી રિફાઈનરી સ્થાપશે. ટ્રમ્પે તેને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી $300 બિલિયનની ડીલ ગણાવી છે અને આ ભાગીદારી બદલ રિલાયન્સ તથા ભારતનો આભાર માન્યો છે.

રિલાયન્સ સાથે 20 વર્ષનો કરાર આ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી ભારતની રિલાયન્સ (Reliance) છે. રિલાયન્સે આ નવી રિફાઈનરીમાં તૈયાર થનારા ઇંધણને (Fuel) ખરીદવા અને વેચવા માટે 20 વર્ષનો લાંબાગાળાનો કરાર (Long-term Agreement) કર્યો છે. વ્હાઇટ હાઉસ (White House) આ ડીલને એનર્જી સેક્ટરમાં ગેમ-ચેન્જર (Game-changer) માની રહ્યું છે.

શા માટે આ રિફાઈનરી મહત્વની છે? વૈશ્વિક સ્તરે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને (Iran-Israel War) કારણે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ‘અમેરિકન એનર્જી ડોમિનન્સ’ (Energy Dominance) નીતિ હેઠળ આ પગલું લેવાયું છે. આ રિફાઈનરી દરરોજ અંદાજે 1,60,000 બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા (Capacity) ધરાવશે. તેને ખાસ કરીને અમેરિકી શેલ તેલ (Shale Oil) પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી સાઉથ ટેક્સાસમાં હજારો નોકરીઓ (Jobs) ઉભી થશે.

દુનિયાની સૌથી સ્વચ્છ રિફાઈનરી ટ્રમ્પે દાવો કર્યો છે કે આ વિશ્વની સૌથી ‘ક્લીન’ (Cleanest Refinery) રિફાઈનરી હશે. પરમિટ પ્રક્રિયા સરળ બનાવવી અને ટેક્સમાં (Tax) ઘટાડો કરવાના કારણે આ રોકાણ શક્ય બન્યું છે. રિફાઈનરીનું નિર્માણ (Construction) આ વર્ષના બીજા ક્વાર્ટરમાં (2nd Quarter) શરૂ થવાની ધારણા છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago