Tech

સોશિયલ મીડિયા પર કન્ટેન્ટનો પૂર, છતાં એંગેજમેન્ટમાં ઘટાડો: 52 મિલિયન પોસ્ટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

Social Media Engagement Report 2026: સોશિયલ મીડિયા (Social Media) પર કન્ટેન્ટનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે, પરંતુ યુઝર્સનું જોડાણ એટલે કે એંગેજમેન્ટ (Engagement) સતત ઘટી રહ્યું છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પ્લેટફોર્મ ‘બફર’ (Buffer) ના લેટેસ્ટ રિપોર્ટમાં 52 મિલિયન પોસ્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના પ્લેટફોર્મ્સ પર એંગેજમેન્ટ રેટ (Engagement Rate) નીચે ગયો છે. આ ઘટાડા પાછળ એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ (AI-generated content) અને બદલાતા અલ્ગોરિધમ (Algorithm) જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

શા માટે ઘટી રહ્યું છે એંગેજમેન્ટ? ‘દ સ્ટેટ ઓફ સોશિયલ મીડિયા એંગેજમેન્ટ 2026’ રિપોર્ટ મુજબ, 1.91 લાખ માસિક યુઝર્સના ડેટા પરથી સાબિત થયું છે કે વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં ઇન્ટરેક્શન ઘટ્યું છે. ઇન્સ્ટાગ્રામ (Instagram), લિંક્ડઈન (LinkedIn) અને થ્રેડ્સ (Threads) જેવા પ્લેટફોર્મ પર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ફેસબુક (Facebook), પિન્ટરેસ્ટ (Pinterest) અને ટિકટોક (TikTok) પર સામાન્ય વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે, એક્સ (X) પર ગયા વર્ષ કરતા વધુ એંગેજમેન્ટ નોંધાયું છે.

કન્ટેન્ટ વધ્યું પણ જોડાણ ઘટ્યું વર્ષ 2025 માં પોસ્ટની સંખ્યા બમણી કે ત્રણ ગણી થઈ ગઈ, પરંતુ યુઝર્સની પ્રતિક્રિયામાં વધારો થયો નથી. ટાઈમલાઈનમાં અસલી અને માનવીય અનુભવ (Human Experience) ધરાવતા કન્ટેન્ટને બદલે સુઝાવ આપતી પોસ્ટ (Suggested posts) અને જાહેરાતો (Ads) વધુ દેખાવા લાગી છે. પ્લેટફોર્મ્સ અત્યારે શોર્ટ વીડિયો (Short videos) અને રીલ્સને વધુ મહત્વ આપી રહ્યા છે, જેના કારણે યુઝર્સ પોતાની પસંદગીનું કન્ટેન્ટ ચૂકી જાય છે.

ફોર્મેટ અને પ્લેટફોર્મનો સંબંધ રિપોર્ટમાં જણાવાયું છે કે લિંક્ડઈન પર કેરોયુઝલ પોસ્ટ (Carousel posts) વધુ એંગેજમેન્ટ મેળવે છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ (Reels) સૌથી લોકપ્રિય છે. તમારી ફીડ સુધારવા માટે તમે અનિચ્છનીય એકાઉન્ટ્સને મ્યુટ કે હાઈડ (Hide) કરી શકો છો અથવા ‘Not Interested’ વિકલ્પ પસંદ કરી શકો છો.

Chief Editor

Recent Posts

ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल

ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…

6 hours ago

ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા

Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…

6 hours ago

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

24 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

1 day ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

1 day ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

1 day ago