US-Israel-Iran War Impact India
Israel-Iran War Impact on India: છેલ્લા 11 દિવસથી ઈરાન (Iran) સામે અમેરિકા (US) અને ઈઝરાયેલ (Israel) વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધની અસરો હવે વૈશ્વિક સ્તરે વર્તાવા લાગી છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વ ફરી એકવાર આર્થિક મહામંદી (Recession) અને ફુગાવાના જોખમ હેઠળ છે.
ખાસ કરીને ભારત જેવા આયાત (Import) પર નિર્ભર દેશ માટે આ સ્થિતિ ચિંતાજનક છે. ભારતીય અર્થતંત્ર (Indian Economy) વિશ્વમાં ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ આપણી નિકાસ (Export) કરતા આયાતનું પ્રમાણ ઘણું વધારે છે. ભારતની સૌથી મોટી આયાતમાં ક્રૂડ ઓઈલ (Crude Oil), નેચરલ ગેસ (Natural Gas) અને રાંધણ ગેસ (LPG) નો સમાવેશ થાય છે.
હોર્મુઝની ખાડી બંધ થતા પુરવઠો ખોરવાયો ઈરાને વળતા જવાબમાં અખાતી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો અને ક્રૂડ-ગેસ ઉત્પાદન કેન્દ્રો પર હુમલા કર્યા છે. વિશ્વમાં પરિવહન માટે અત્યંત મહત્વની એવી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ઈરાને બંધ કરી દીધી છે.
વિશ્વના કુલ ક્રૂડ પરિવહનનો 20% હિસ્સો અને ભારતની જરૂરિયાતનો 40% પુરવઠો આ માર્ગેથી આવે છે. આ માર્ગ બંધ થતા ભારતમાં કેમિકલ્સ (Chemicals) અને ગેસના પુરવઠાને મોટો ફટકો પડ્યો છે. નિષ્ણાતોના મતે યુદ્ધ વિરામ બાદ પણ સ્થિતિ થાળે પડતા 30 થી 35 દિવસ લાગી શકે છે.
કેમિકલ્સ અને ટેક્સટાઈલ્સ ઉદ્યોગ પર અસર ભારત દર વર્ષે અંદાજે 30 અબજ ડોલરના કેમિકલ્સની આયાત કરે છે. સોડિયમ નાઈટ્રાઈટ, સલ્ફર, એમોનિયા અને પોટાશ જેવી મહત્વની ચીજોની આયાત અટકી પડી છે. આ કાચા માલનો ઉપયોગ ટેક્સટાઈલ્સ (Textiles), પેઈન્ટ્સ અને એક્રીલીક ફાઈબર બનાવતી કંપનીઓ કરે છે. છેલ્લા એક સપ્તાહમાં જ 73 જેટલી ચીજોના ભાવમાં 20% થી 60% નો તોતિંગ વધારો ઝીંકાયો છે. ડિઝલ (Diesel) અને નેપ્થાના વધતા ભાવને કારણે પ્રોસેસિંગ કોસ્ટ (Processing Cost) પણ વધી રહી છે.
ઉર્જા સંકટ અને અમેરિકાની રણનીતિ નેચરલ ગેસના સૌથી મોટા નિકાસકાર કતાર (Qatar) માં ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ ભીંસાયા છે કારણ કે અમેરિકામાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સંજોગોમાં પુરવઠો વધારવા માટે અમેરિકા હવે રશિયા (Russia) પરના પ્રતિબંધો હટાવવા અંગે પણ વિચારી રહ્યું છે.
ખેતી અને ખાતર (Fertilizer)ની સ્થિતિ ભારત યુરિયાની 30% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. એક જ મહિનામાં યુરિયાના ભાવ 475 ડોલરથી વધીને 600 ડોલર પ્રતિ ટન થઈ ગયા છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યારે રવિ પાકની મોસમ છે અને ખરીફ પાક માટે હજી 3 મહિનાની વાર છે, તેથી ખાતરનો જથ્થો હાલ પૂરતો ઉપલબ્ધ છે. પરંતુ કાચા માલની અછતને કારણે ખાતરના એકમો અત્યારે માત્ર 60% ક્ષમતાએ જ ચાલી રહ્યા છે.
ભારત અત્યારે વિશ્વમાં એલપીજી (LPG) નો બીજો સૌથી મોટો આયાતકાર છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો રેસ્ટોરાં અને ઘરેલું વપરાશના ગેસ પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે.
કેટલીક મહત્વની ચીજોની આયાતને અસર
| ચીજ | દેશની જરૂરિયાત લાખ ટન | આયાતનો હિસ્સો ટકા | ક્યા દેશોમાંથી આવે છે? |
| સલ્ફર | 35 | 50 | 90 ટકા અખાતના દેશોમાંથી |
| પોટાશ | 40 | 100 | રશિયા, ઇઝરાયેલ, જોર્ડન |
| એમોનિયા | 20 | 85 | કતાર, ઓમાન, બાહરીન |
| રાંધણ ગેસ | 313 | 60 | ઓમાન, સાઉદી અરબ, આરબ અમિરાત, અમેરિકા |
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…