
Garba in Fresco | જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત અને એમાંય નવરાત્રી હોય એટલે ગુજરાતી ગરબા ના રમે એવું બને જ નહીં. ગુજરાતીઓ ભલે દેશ છોડીને વર્ષોથી વિદેશમાં વસતા હોય પણ પોતાની સંસ્કૃતિ સાથે તેઓ તાદામ્ય ધરાવતા જ રહે છે.
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવ શરૂ થશે. ગુજરાતની શેરીએ શેરીએ મા જગદંબાની આરાધના સાથે ગુજરાત ગરબાથી થનગને છે, ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા વિવિધ સ્થળે ગરબાના આયોજન થતા હોય છે. આવું જ એક આયોજન ફ્રિસ્કો, ટેક્સસમાં થયું હતું.
View this post on Instagram
ISH ક્રિએશન, બી યુનાઇટેડ, સાઉથ એશિયન કલ્ચર હેરિટેજ આર્ટસ સંસ્થા દ્વારા ટેક્સાસના ફ્રિસ્કો દ્વારા ગરબાનું આયોજન થયું હતું. 5મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના આઠ વાગ્યે ગરબામાં ચરોતર પ્રાઇડ પ્રાપ્તિ મહેતા રમઝટ બોલાવશે.
