National

થાળીમાં કેટલું ઝેર, ફળ અને શાકભાજીમાં કીટકનાશક અંગે સંસદમાં સરકારનો રિપોર્ટ રજૂ

Pesticides in Vegetables | બજારમાંથી ખરીદવામાં આવતા ફળ અને શાકભાજી (Fruits and Vegetables) કેટલા સુરક્ષિત છે તે અંગે લોકસભામાં (Lok Sabha) સરકારે એક મહત્વપૂર્ણ રિપોર્ટ (Report) રજૂ કર્યો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી (Agriculture Minister) શિવરાજ સિંહ ચૌહાણે સંસદમાં માહિતી આપી હતી કે દેશમાં ફળ અને શાકભાજીમાં કીટકનાશકોના (Pesticides) પ્રમાણ અંગે વ્યાપક તપાસ કરવામાં આવી છે.

સરકારી આંકડા અનુસાર, છેલ્લા 3 વર્ષમાં (2023-24 થી 2025-26) રાષ્ટ્રીય સ્તરે કુલ 70,652 સેમ્પલની (Samples) તપાસ કરવામાં આવી હતી. આમાંથી માત્ર 3.1% એટલે કે 2,223 સેમ્પલમાં જ કીટકનાશકોનું પ્રમાણ FSSAI દ્વારા નક્કી કરવામાં આવેલી સુરક્ષિત મર્યાદા (Maximum Residue Limit – MRL) કરતાં વધુ મળી આવ્યું છે.

આનો અર્થ એ થયો કે બાકીના 96.9% સેમ્પલ સંપૂર્ણપણે સુરક્ષિત (Safe) માલૂમ પડ્યા છે. સરકાર દ્વારા 2005થી ચલાવવામાં આવી રહેલી MPRNL સિસ્ટમ (Monitoring System) હેઠળ ખેતરો સુધી GPS ટ્રેકિંગ (Tracking) કરવામાં આવે છે.

આ ઉપરાંત ભારત ફળ અને શાકભાજી ક્ષેત્રે શુદ્ધ નિકાસકાર (Exporter) બન્યું છે. વર્ષ 2016-17માં ભારતની નિકાસ 2.45 બિલિયન ડોલર (Billion Dollars) હતી, જે વધીને વર્ષ 2025-26માં 3.93 બિલિયન ડોલર (લગભગ 58.2 લાખ ટન) થઈ ગઈ છે. જોકે, વધતી જતી સ્થાનિક માંગને કારણે આયાત (Import) પણ 1.78 બિલિયન ડોલરથી વધીને 3.82 બિલિયન ડોલર પર પહોંચી છે.

પાક ઉત્પાદનનો સચોટ અંદાજ મેળવવા માટે ‘ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે’ (Digital Survey) હવે 23 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. તેમાં મોબાઈલ એપ (Mobile App) અને GPS ફોટો સાથે આંકડા નોંધવામાં આવે છે.

ખાદ્ય તેલોની આયાત ઘટાડવા માટે 2.98 લાખ હેક્ટરમાં ઓઇલ પામની (Oil Palm) ખેતી શરૂ કરાઈ છે. વર્ષ 2025-26માં ભારતે 9.05 લાખ ટન રબરનું (Rubber) ઉત્પાદન કર્યું છે. સરકાર સંકલિત કીટ વ્યવસ્થાપન (Integrated Pest Management – IPM) દ્વારા સુરક્ષિત કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.

Chief Editor

Recent Posts

કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા

સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…

19 hours ago

અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ

અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…

19 hours ago

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)નો એક દિવસીય પ્રવાસ

પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…

20 hours ago

કેલિફોર્નિયામાં શ્રી સતિષકુમાર સરનું ભવ્ય સ્વાગત

અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…

20 hours ago

ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…

20 hours ago

कैलिफोर्निया के नॉरवॉक राधाकृष्ण मंदिर में नवरात्रि का भव्य आयोजन, जाने पूरे शेड्यूल

Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…

21 hours ago