Imran Khan News | પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-e-Insaf) એટલે કે PTI ના સ્થાપક ઈમરાન ખાનના (Imran Khan) અદિયાલા જેલમાં (Adiala Jail) મૃત્યુ થયાની અફવાઓએ પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે.
એક પાકિસ્તાની પત્રકારના (Journalist) દાવા બાદ ઈમરાન ખાનની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને પોતાના યૂટ્યૂબ ચેનલ (YouTube Channel) પર દાવો કર્યો હતો કે 3 વરિષ્ઠ સૈન્ય સૂત્રોએ તેમને માહિતી આપી છે કે ઈમરાન ખાન હવે જીવિત નથી. જોકે, પત્રકારે સ્પષ્ટ કર્યું હતું કે આ દાવાની પ્રત્યક્ષ પુષ્ટિ (Direct Confirmation) થઈ નથી.
આ દાવો સામે આવ્યા બાદ ઈમરાન ખાનના પરિવાર (Family), તેમની પાર્ટીના નેતાઓ, વકીલો (Lawyers) અને ખાનગી ડોક્ટરોને (Private Doctors) જેલમાં મળવા દેવામાં ન આવતા શંકા વધુ ઘેરી બની છે.
આ અફવાઓ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટી PTI એ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવાની જાહેરાત કરી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી (Chief Minister) સોહેલ અફરીદીએ દાવો કર્યો છે કે પાર્ટીના 20 લાખથી વધુ સમર્થકો રસ્તા પર ઉતરવા તૈયાર છે. પાર્ટીએ 27 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ (Islamabad) તરફ લોંગ માર્ચ (Long March) કાઢવાની ઘોષણા કરી છે.
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી (August 2023) જેલમાં બંધ છે અને અનેક કેસોમાં સજા કાપી રહ્યા છે. સૈન્ય વહીવટીતંત્ર (Military Establishment) સાથેના વિવાદ વચ્ચે તેમની સ્થિતિ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, જેના કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…
અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…
પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…
અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…
ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…
Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…