PM Modi Smit Machchhar | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્લાયદુબઈ ફ્લાઇટના ભારતીય કેપ્ટન સ્મિત મછાર સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની અસાધારણ બહાદુરી તથા સાહસની મુક્ત મને પ્રશંસા કરી હતી.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ FZ1073 માં કૌકપિટમાં કો-પાઇલટે વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને કેપ્ટન સ્મિત પર છરી વડે ગંભીર હુમલો કર્યો હતો.
લોહીલુહાણ હોવા છતાં સ્મિત મછારે હિંમત ન હારી અને કૌકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સની મદદથી વિમાનને અકસ્માતમાંથી ઉગારી લીધું હતું.
વડાપ્રધાન મોદી સાથેની આ ટેલિફોનિક મંત્રણા દરમિયાન કેપ્ટન સ્મિતે તે ભયાનક ઘટનાનો વિગતવાર અનુભવ શેર કર્યો હતો અને મુશ્કેલ ક્ષણોમાં તેમને કઈ રીતે હિંમત મળી તે અંગે પણ જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતની ત્વરિત બુદ્ધિ અને દેશભક્તિને બિરદાવતા કહ્યું કે સમગ્ર દેશને તેમની પર ગર્વ છે. પીએમ મોદીએ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે ભારત સરકાર તેમના પરિવાર અને સારવાર માટે તમામ શક્ય મદદ પૂરી પાડશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ વડાપ્રધાને સ્મિત મછારને ‘હીરો’ ગણાવતા લખ્યું કે ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં તેમણે સેંકડો લોકોના જીવ બચાવીને એક મોટી દુર્ઘટના ટાળી છે.
ઘટના બાદ સાઉદી અરેબિયાના તબૂક ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્મિત મછારને વધુ વિશિષ્ટ સારવાર માટે દુબઈ ખસેડવામાં આવ્યા છે. ભારત ઉપરાંત ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય કેપ્ટનની વીરતાને બિરદાવી છે.
સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૬ અંતર્ગત અમદાવાદ મંડળમાં ‘સ્વચ્છ ટ્રેક મેગા અભિયાન’નું આયોજન મહાત્મા ગાંધી જયંતી પર સાબરમતીથી…
Mumbai Man Arrested in USA | મુંબઈના 31 વર્ષીય પ્રીત પંકજ જૈન નામના શખ્સની અમેરિકાના…
Flydubai Pilot Attack | દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં હવામાં સર્જાયેલી…
નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ…
ભારતમાં અનામત (Reservation) અને મેરિટને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવી…
વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો આ સૌથી મોટો સફળ રન-ચેઝ ગૌહાટી: સુબ્મન ગિલની વિસ્ફોટક અણનમ ૨૨૩…