National

સૌશિયલ મીડિયા પર સગીરાએ બ્લોક કરતા મુંબઈનો યુવક અમેરિકા પહોંચ્યો, પોલીસે કરી ધડપકડ

Mumbai Man Arrested in USA | મુંબઈના 31 વર્ષીય પ્રીત પંકજ જૈન નામના શખ્સની અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના ડેવિડસન કાઉન્ટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની અસલી ઓળખ છુપાવીને એક સગીર છોકરી સાથે લાંબા સમયથી સંપર્કમાં હતો. જ્યારે સગીરાને તેની સાચી ઉંમર અને ઓળખ વિશે ખબર પડી, ત્યારે તેણે સંબંધ પૂરો કરીને તેને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધો હતો.

ત્યારબાદ, આ શખ્સ સગીરાનો ફરીથી સંપર્ક કરવા માટે મુંબઈથી સીધો અમેરિકા પહોંચી ગયો હતો. ડેવિડસન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, એક ઉબેર ડ્રાઇવરે શંકાસ્પદ હિલચાલ જોઈને પોલીસને જાણ કરી હતી કે એક પુખ્ત વ્યક્તિ સગીર છોકરીનો પીછો (સ્ટોકિંગ) કરી રહ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સગીરાના વાંધાજનક વિડિયો અને સામગ્રી રેકોર્ડ કરી રાખી હતી અને તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

નોર્થ કેરોલિના પોલીસે આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ડિગ્રી અને થર્ડ ડિગ્રી સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન તેમજ સેક્સ્યુઅલ એક્સ્ટોર્શન સહિત કુલ 9 ગંભીર ગુના હેઠળ કેસ નોંધ્યો છે.

કોર્ટે આરોપી જામીન અરજી ફગાવીને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હાલ તેને ડેવિડસન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.

Chief Editor

Recent Posts

અમિતાભ બચ્ચનનું ‘જલસા’ વારસાઇના વિવાદમાં

ભાભીએ 1993ના ડીડને પડકારતા અમિતાભ બચ્ચન 'જલસા' બંગલાના કાયદાકીય વિવાદમાં ફસાયા અભિનેતા અમિતાભ બચ્ચનનો જુહુ…

8 hours ago

બેટમેન બનશે બોન્ડ..007

અભિનેતા રોબર્ટ પેટિન્સન આગામી જેમ્સ બોન્ડ ફિલ્મમાં 007 ની ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.…

10 hours ago

शिकागो स्थित कैलवल ज्ञान मंदिर में दिवाली और नूतन वर्ष का भव्य आयोजन

Kaival Gyan Mandir | अमेरिका के शिकागो स्थित कैवल ज्ञान मंदिर में दिवाली और नूतन वर्ष…

19 hours ago

કૈવલ જ્ઞાન મંદિરમાં અમૃત જન્મોત્સવ અંતર્ગત દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Kaival Gyan Mandir | અમેરિકાના શિકાગો સ્થિત કૈવલ જ્ઞાન મંદિર ખાતે દિવાળી અને નૂતન વર્ષની…

19 hours ago

कैलिफोर्निया के नॉरवॉक में 15 नवंबर को दिवाली उत्सव का आयोजन

Diwali Utsav | अमेरिका के कैलिफोर्निया में SoCal Uttarakhandi Community की ओर से 15 नवंबर,…

3 days ago

કેલિફોર્નિયાના નોરવોકમાં 15 નવેમ્બરે ‘દિવાળી ઉત્સવ’ની ભવ્ય ઉજવણી

Diwali Utsav | અમેરિકાના કેલિફોર્નિયામાં સોકેલ ઉત્તરાખંડી સમુદાય (SoCal Uttarakhandi Community) દ્વારા 15 નવેમ્બર, 2026ના…

3 days ago