Religious

Money Plant: મની પ્લાન્ટ બેડરૂમમાં રાખો છો? આ ૩ ભૂલો બેંક એકાઉન્ટ કરી દેશે ખાલી!

Money Plant Vastu | ઘરની સુંદરતા વધારવા અને શુદ્ધ હવા માટે લોકો અવારનવાર બેડરૂમમાં (Bedroom) ઇન્ડોર પ્લાન્ટ્સ (Indoor Plants) લગાવતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) અનુસાર, બેડરૂમમાં રાખેલો ખોટો છોડ કે તેની ખોટી દિશા માનસિક તણાવ વધારવાની સાથે તમારા બેંક બેલેન્સ (Bank Balance) અને મની ફ્લો પર (Money Flow) પણ બ્રેક લગાવી શકે છે. સુખ-સમૃદ્ધિનું પ્રતીક ગણાતા મની પ્લાન્ટ (Money Plant) અંગે બેડરૂમમાં આ નિયમોનું પાલન કરવું જરૂરી છે:

પલંગથી અંતર: મની પ્લાન્ટને બેડરૂમમાં રાખી શકાય છે, પરંતુ તેને તમારા બેડથી (Bed) ઓછામાં ઓછું 5 ફૂટ દૂર રાખવો જોઈએ. વધુ નજીક રાખવાથી તે આર્થિક ચિંતાઓ અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

સાચી દિશા: મની પ્લાન્ટને હંમેશા બેડરૂમની ઉત્તર અથવા પૂર્વ દિશાની બારી પાસે રાખવો જોઈએ. આ દિશા કુબેર દેવ સાથે જોડાયેલી હોવાથી પૈસાની તંગી દૂર કરે છે.

હવામાનનું ધ્યાન: જો બેડરૂમમાં વેન્ટિલેશન (Ventilation) ઓછું હોય અને છોડ મુરઝાવા લાગે, તો તેને તરત જ બાલ્કની (Balcony) કે લિવિંગ રૂમમાં (Living Room) શિફ્ટ કરો. મુરઝાયેલો છોડ આર્થિક નુકસાનનો સંકેત છે.

આ ૩ છોડ ખોલશે બંધ કિસ્મત: વાસ્તુ અને વિજ્ઞાન બંને અનુસાર બેડરૂમમાં સ્નેક પ્લાન્ટ (Snake Plant), એલોવેરા (Aloe Vera) અને ચમેલીનો (Jasmine) છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઓક્સિજન (Oxygen) મળે છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.

બેડરૂમમાં ભૂલથી પણ ન રાખો આ છોડ: જો તમે આર્થિક તંગીથી બચવા માંગતા હોવ તો કેક્ટસ (Cactus) જેવા કાંટાવાળા છોડ, બોનસાઈ (Bonsai) અને સુકાઈ ગયેલા કે બીમાર છોડને બેડરૂમમાંથી તરત જ હટાવી દો. બોનસાઈ પ્રોસેસ અટકેલી પ્રગતિનું પ્રતીક છે, જે તમારી સેવિંગ્સને (Savings) અટકાવી દે છે.

Chief Editor

Recent Posts

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 hours ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

13 hours ago

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…

3 days ago

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

3 days ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

3 days ago

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

3 days ago