વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું
ગાંધીનગર, 19 નવેમ્બર , 2026: ગુજરાત સરકારના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા માટે ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું.
આ મુલાકાત પ્રસંગે ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ (IAS) અને ડેલીગેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે આસામ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ મુલાકાત અને ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠક દરમિયાન ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, પરસ્પર રોકાણની તકો અને આંતર-રાજ્ય ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ચર્ચામાં આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’માં આસામની ભાગીદારી અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ સમિટમાં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ (ભાગીદાર રાજ્ય) તરીકે જોડાશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આ વૈશ્વિક મંચ પર આસામ પોતાના વિવિધ ઉદ્યોગોને રજૂ કરીને આસામમાં રહેલી રોકાણની વિપુલ તકોનું પ્રદર્શન કરશે, આ સાથે જ નવી ભાગીદારીઓની શોધ કરીને ગુજરાત સાથેના આર્થિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.
ગુજરાત અને આસામ વચ્ચેના આંતરરાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ ઔધોગિક વિકાસ અને રોકાણના ક્ષેત્રોમાં નવી તકો, વેપાર-વાણિજ્ય તથા વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા અંગે આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહેશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નું આયોજન આગામી તા. 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ સમિટ વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને એક મંચ પર લાવીને રોકાણ, ઔદ્યોગિક વિકાસ, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…
લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…
Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…
Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…
સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ સુરતી લેઉવા…
દીવાઓથી પર પ્રકાશ: BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી ડલાસ, ટેક્સાસ (TX) માં, દિવાળીની સફર એક દીવાથી…