NRI

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report “ઓટલો દે છે આવકારો ને હેતે વદે છે પધારો ! “નાં અવકારભર્યા મધુર સ્વરથી લોસએન્જલ્સનો તંદુર રેસ્ટોરન્ટનો એ બેન્કવેટ હોલ તાજેતરમાં ગુંજી રહ્યો . સિનિયર સોસ્યલ ઓટલો ગૃપનું એ દિવાળી નૂતનવર્ષ સ્નેહ મિલન હતું .સૌ વતનમાં જ દિવાળી ઉજવતા હોય એવા ઉત્સાહથી ને એ અદાથી સુંદર વસ્ત્ર પરિધાન સાથે પધાર્યાં હતાં. કેટલાંક ઘેરથી રંગોળીઓ લઇ આવ્યાં હતાં. કાર્યક્રમમાં રંગોળી હરીફાઈ પણ હતી ને ! નવોદિત બાળ કલાકાર શ્રીપૂર્ણએ ગણેશ પ્રાર્થના કરી , શાસ્ત્રોક્ત શુદ્ધ ઉચ્ચારણથી પ્રફુલ્લભાઇએ નૂતનવર્ષ સ્વસ્તિ વચન કહ્યા . ને પછી પોતાની આગવી અદાથી સારું એવું સંશોધન કરીને હસમુખભાઇ અને સુરેખાબેને મોદીએ ઓટલો ગ્રુપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ વિશે જણાવ્યું.

કપરા કોવિદ કાળની ઘણી બધી મધુર મીઠી વાતો કદાચ ભુલાઇ ગઇ હોત ; પણ એમણે એ સમયના છાપાંના અહેવાલો અને યુટ્યૂબનાં વિડીયો વગેરે જોઈ ઘણી બધી માહિતી એકઠી કરી હતી ને રસપ્રદ રજુઆત કરી. કાર્યક્રમ બાદ આવેલ અસંખ્ય અભિનંદન સંદેશાઓમાં ઓટલાના આ ઇતિહાસનો પણ ઘણાએ ઉલ્લેખ કર્યો . જયારે કાંઇ જ નહોતું ત્યારે કોરોના સમયમાં દર અઠવાડિયે બે વાર ઝૂમ વિડિઓ મિટિંગના માધ્યમથી “ઓટલો દે છે આવકારો ને હેતે વદે છે પધારો ! “નાં અવકારભર્યા મધુર સ્વરથી બપોરના ચાર વાગ્યાથી સૌના ઘર ગુંજી ઉઠતાં હતાં .        પ્રદીપભાઈ દલાલે અદ્દલ રિક્ષાવાળાના ડ્રેસમાં જે રીતે અમદાવાદનો રિક્ષાવાળો ગીતને ન્યાય આપ્યો એનાથી જાણે કે સૌને વતનમાં લટાર મારવા નીકળી ગયા હોય તેમ લાગ્યું ! ઓહો ! એ રિક્ષાની લકઝરી અપને અહીં ના મળે હો ! એ રિક્ષાવાળા સાથે પેસેન્જર યાત્રીબેનની એક્શન પણ એવી જ સરસ હતી. એમને દેશમાં ફરાળ કરતી એક સાસુના પાત્રમાં પણ એમની જોરદાર અભિવ્યક્તિ દર્શાવી !

હા , ફરાળી પીઝા ને ફરાળી હાંડવાની રેસિપી હવે જાણવી રહી હો ! તો વસુબેને અહીં અમેરિકામાં ઉછરતા સંતાનો જે પચ્ચાસ જોડ જોડા ઘરમાં ભેગા કરે છે ને પનોતી ઘરમાં રાખે છે એવી સઁગ્રહખોરી વૃત્તિ પર કટાક્ષ કરતા કાળીચૌદશ ને હેલોવીન વચ્ચે સરખામણી કરી સૌને હસાવ્યા .. ઊંચા ઊંચા બાંગ્લા બનાવો ને એને જંક ને જુતાથી ભરી દો .. ને પછી સાફસુફ સાફસુફ સાફસૂફ કરી કેડ ભાંગો ! ને બહેનોને સમજવા પ્રયત્ન ના કરો , એ આજે ઝાંઝર માંગશે ને અલકમલકથી આવેલ ઝાંઝર હવે નહીં પહેરે , ને ‘છાનું રે છપનું કાંઇ થાય નહીં , કહી દેશે . ને પછી છુમ, છુમક નહીં નાચું રે દેશે !’ ગુજરાતી ભાષાની ગરિમા દર્શાવતા આપણા સાહિત્ય ને સંસ્કૃતિનું ગૌરવ દર્શવતા આ કાર્યક્રમમાં શિરમોર હતું : ઝટ જાઓ ચંદનહાર લાવો ….સ્મિતાબેન અને કુમારભાઈના અભિનય દાદ માંગી લે એવા હતા .. સૌએ સમગ્ર કાર્યક્રમ એક તરસ્યાના હાશકારા જેમ પ્રેમથી પીધો .

અશોકભાઇએ તો ગાઇ જ લીધું; “ તારી આંખનો અફિણી… “ સાત દાયકા પછીયે એ ગીતનો કેફ એવો ને એવો જ અફિણી હતો. સૌનો આનંદ અવર્ણનિય હતો. રંગોળી ટેબલ પણ વતનની દિવાળી તહેવારની યાદ અપાવતું હતું.. હસમુભભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કમ્યુનિટિ લિડર્સ સુરુભાઇ માણેક અને નલિનીબેન સોલંકીએ વિજેતાઓને બિરદાવ્યાં . સૌ ભાગલેનાર કલાકારો અને વોલેન્ટિયર્સને સુંદર ભેટ સોગાદથી નવાજવામાં આવેલ. ને આવેલ તમામ મહેમાનોને મિઠાઇનાં બોક્ષ વ્હેંચવામાં આવેલ.

તદ્દન અલગ જ પ્રતિભા ઉત્પન્ન કરતો આ કાર્યક્રમ સૌએ મન ભરીને માંણ્યો. સામાન્સ કાર્યક્રમથી અલગ , હિંન્દી ફિલ્મીગીતો પર બોલિવુડ ડાન્સ ને ભાંગડા કે કેરિયોકી પર ગીત ને બદલે શુધ્ધ ગુજરાતીમાં રજુઆત અત્યંત મોહક મીઠી લાગતી હતી. “ માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે; એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે’ અને સદા સૌમ્યથી ઉભરાતી, મળી રમ્ય ભાષા મને ગુજરાતી કહી માતૃભાષાનું ગૌરવ કરવામાં આવ્યું. પૂરાં૧૫૦ પ્રેક્ષકોએ આનંદથી આવજો કહી વિખરાયાં.. “આપણા આ ઓટલો પરિવારનાં મૂળમાં અનેક મહાનુભાવો વડીલોનાં વ્હાલનાં ખાતર સિંચાયાં છે.

” સુભાષ ભટ્ટે સૌ વડીલોને યાદ કર્યા ..સ્વઅરવિંદભાઈ જોશી ને સ્વ.પ્રવીણભાઇ મ્હેતા એક એવી વિભૂતિઓ હતા હતી જેમની પાસે દીર્ઘ દ્ષ્ટિ હતી.. ને પિતાને તર્પણ કરવા એમના આયુર્વેદ ઉપરના પુસ્તકોને વહેંચ્યા એ ચિ.ભાઇશૈલેષ અને ચિ. ધવલ પણ એક સુભગ દ્રશ્ય હતું . કહ્યું છે ને કે કરેલું ફોગટ જતું નથી. એનું એક સુભગ દ્રષ્ટાંત સૌએ નજરે નિહાળ્યું. ઘણા શુભ ચિંતકો ભામાશાઓથી આ કાર્યક્રમ શક્ય બન્યો . ઉત્સવ ડેકરેશન , સુભાષભાઈ ટોલીયા , અમૃત ભાઈ ભંડારી , હરકિશન વાસ હસમુખભાઈ મોદી , ભરતભાઈ શાહ , અશોકભાઈ શાહ વગેરે નો ફાળો ને અસંખ્ય વોલેન્ટિયર્સ થી પ્રોગ્રામ શક્ય બન્યો કોઇ નજીકથી આવ્યું કોઇ દૂરથી. કોઇ ડ્રાઇવ કરીને તો, કોઇ બસમાં તો કોઇ રાઇડ લઇને. ઉંમરને હિસાબે કોઇને દેહની પીડાઓ હતી ( દુ:ખાવો) કોઇને દિલની પીડા( બલ્ડપ્રેસર ) ને કોઇ મનથી થોડાં અસ્વસ્થ,( ડિપ્રેસન) ને છતાંયે સૌ હિંમત કરી આનંદથી ચાલુ દિવસ ને વરસાદની આગાહી છતાં આવ્યાં .

વરસાદે તો ન આવ્યો પણ વ્હાલપનો ને આશિષનો વરસાદ અનરાધાર વરસ્યો. એક વડીલ છેક ટેક્ષાસથી આવેલ , ઓટલો મારુ ફેમિલી છે એમણે કહ્યું. હા, એ પ્રવીણાબેને હ્યુસ્ટનથી અમને સરપ્રાઇઝ આપી અને એવું જણાવ્યું ..નેવું વર્ષથી વરિષ્ઠ જે આવેલ એ સૌનું એમની જગા પર જઇ સાલ અર્પી સન્માન કરવામાં આવેલ એ ક્ષણ અવર્ણનિય.. શુદ્ધ ગુજરાતી ભાષામાં , આવો ઉચ્ચ કક્ષાનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાબદલ પ્રણેતા સુભાષ ભટ્ટ અને સંચાલક ગીતા ભટ્ટને અસંખ્ય શુભેચ્છકોએ પ્રેમથી વધાવ્યાં.

Chief Editor

Recent Posts

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

16 hours ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

16 hours ago

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

1 day ago

BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી

દીવાઓથી પર પ્રકાશ: BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી ડલાસ, ટેક્સાસ (TX) માં, દિવાળીની સફર એક દીવાથી…

2 days ago

एयर इंडिया की दिल्ली-मुंबई से न्यूयॉर्क की नॉनस्टॉप उड़ानें फिर शुरू, यात्रा में 5 घंटे की बचत

भारत से अमेरिका जाने वाले यात्रियों के लिए राहत की खबर सामने आई है। एयर…

3 days ago

એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈથી ન્યૂયોર્કની સીધી ફ્લાઇટ ફરી શરૂ, મુસાફરીમાં 5 કલાકનો ઘટાડો

Air India Flights | ભારતથી અમેરિકા જતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એર…

3 days ago