Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ રોશન પટેલ (ચિખોદરા)ની આગેવાનીમાં 14 નવેમ્બર, 2026ના રોજ શૌમ્બર્ગ સ્થિત ઇન્ડિયા હબ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના 300થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સમાજના વોલેન્ટિયર્સ, ટ્રસ્ટીઓ અને વિલેજ રિપ્રેઝન્ટેટિવ્સને મંચ પર આમંત્રિત કરી તેમની સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2026 દરમિયાન સમાજ દ્વારા આયોજિત હોળી, પિકનિક, ગરબા અને દિવાળી પાર્ટી સહિતના તમામ કાર્યક્રમો સભ્યો માટે સમાજ દ્વારા જ સ્પોન્સર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સેક્રેટરી અતિશ પટેલ (સિસ્વા) દ્વારા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની ઉત્કૃષ્ટ સેવા બદલ હર્ષદભાઈ પટેલ (વહેરાખાડી)નું પુષ્પગુચ્છ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન પ્રમુખ રોશન પટેલે પ્રમુખ તરીકેની 6 વર્ષની સફળ સેવા પૂર્ણ કર્યા બાદ પદ પરથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ભાવુક વિદાય પ્રવચન આપ્યું હતું.
સાથે જ આગામી વર્ષ 2027-2028ની નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી અને જનરલ મીટિંગ 12 ડિસેમ્બર, 2026ના રોજ યોજવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે સમાજના તમામ સભ્યોને ઉપસ્થિત રહી મતદાન કરવા અપીલ કરી હતી.
કાર્યક્રમના અંતે સંગીત અને સ્વાદિષ્ટ ભોજન સાથે સભ્યોએ ઉત્સવની ઉજવણીનો આનંદ માણ્યો હતો. વિદાય સમયે સમાજ તરફથી તમામ સભ્યોને આઈસ હલવાના મીઠાઈ બોક્સ ભેટરૂપે આપવામાં આવ્યા હતા.
(ફોટો : હર્ષદભાઈ પટેલ – વહેરાખાડી)
Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…
સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ સુરતી લેઉવા…
દીવાઓથી પર પ્રકાશ: BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી ડલાસ, ટેક્સાસ (TX) માં, દિવાળીની સફર એક દીવાથી…
भारत से अमेरिका जाने वाले यात्रियों के लिए राहत की खबर सामने आई है। एयर…
Air India Flights | ભારતથી અમેરિકા જતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એર…
Diwali Celebration | अमेरिका के जॉर्जिया राज्य के लिलबर्न स्थित BAPS श्री स्वामीनारायण मंदिर में…