Religious

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા

કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

 

હજારો વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાનો અનોખો પ્રયાસ
અમદાવાદ: ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન, નૈતિક મૂલ્યો અને
આધ્યાત્મિક ચેતનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું આયોજન કરવામાં
આવ્યું હતું. બંને કાર્યક્રમોને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.
શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026: 5,000થી વધુ છાત્રો, 40થી વધુ શાળાઓની ભાગીદારી
શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026માં 40થી વધુ શાળાઓમાંથી 5,000થી વધુ રજિસ્ટ્રેશન નોંધાયાં હતાં. કુલ 18 વિવિધ સ્પર્ધાઓ
દ્વારા બાળકોએ પોતાની સર્જનાત્મકતા, જ્ઞાન અને પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મેળવી હતી. આ પ્રસંગે 300 વિજેતાઓને
સન્માનિત કરવામાં આવ્યા હતા.


શાળાઓની સતત અને ઉત્કૃષ્ટ ભાગીદારીને બિરદાવવા માટે 15થી વધુ શાળાઓને સતત સહભાગિતા બદલ સન્માનિત કરવામાં
આવી હતી, જ્યારે ત્રણથી વધુ શાળાઓને તેમની ઉત્કૃષ્ટ ભાગીદારી અને સિદ્ધિઓ બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ ભવ્ય પારિતોષિક વિતરણ સમારોહમાં વિવિધ સંસ્થાઓના ડિરેક્ટર્સ, વૈજ્ઞાનિકો તથા ઇસ્કોન ભાડજના વરિષ્ઠ અધિકારીઓ
વિશિષ્ટ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ગીતા કોન્ટેસ્ટ 2026: ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા સંસ્કારનું સિંચન
ગીતા કોન્ટેસ્ટ 2026માં 1,000થી વધુ વિદ્યાર્થીઓ, 65થી વધુ શિક્ષકો અને 15થી વધુ ઇન્ટરનેશનલ સ્કૂલ્સે ઉત્સાહપૂર્વક ભાગ
લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શ્રીમદ્ ભગવદ્ ગીતા, વૈદિક સાહિત્ય તથા ભારતીય આધ્યાત્મિક
પરંપરાઓ સાથે પરિચિત કરાવવાનો હતો.

સ્પર્ધા દ્વારા સહભાગીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રીલ પ્રભુપાદજીના જીવન અને ઉપદેશો, ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી ચૈતન્ય
મહાપ્રભુના સંદેશ અને પ્રહલાદ મહારાજ તથા ધ્રુવ મહારાજની પ્રેરણાદાયી દિવ્ય કથાઓમાંથી જ્ઞાન મેળવવાની તક મળી હતી. આ
પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, ચારિત્ર્યઘડતર અને આધ્યાત્મિક સમજણને પ્રોત્સાહિત કરવાનો હતો.


શિક્ષણની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય
બંને કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગએ શિક્ષણને માત્ર શૈક્ષણિક જ્ઞાન સુધી સીમિત ન રાખતાં, બાળકોના સર્વાંગી
વિકાસમાં ભારતીય સંસ્કૃતિ, વૈદિક જ્ઞાન અને આધ્યાત્મિક મૂલ્યોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
ઇસ્કોન ભાડજનું સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ શાળાઓ અને શિક્ષકોના સહયોગથી નવી પેઢીને ભારતીય વારસા સાથે જોડવા
તથા તેમનામાં સદાચાર, સંસ્કાર અને જીવનમૂલ્યોનું સિંચન કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
વધુ માહિતી માટે : શ્યામ ચરણ દાસ – 9904272229

Chief Editor

Recent Posts

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

47 minutes ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 hour ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

9 hours ago

NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’

Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…

10 hours ago

ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’

Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…

10 hours ago

જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું

Thrive2Gethr chapters | જ્યોર્જિયાના યુવા વિદ્યાર્થીઓએ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન…

11 hours ago