NRI

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT)

14 નવેમ્બર, 2026ના રોજ ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરના નિર્માણ માટે ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. લેબેનોન રોડ પર આવેલા સ્થળે યોજાયેલા આ પ્રસંગમાં જૈન સમાજના સભ્યો, પરિવારો અને મહેમાનો જોડાયા હતા. ભૂમિ પૂજન કરવા માટે ખાસ ઈન્ડિયા થી શ્રી નિર્મલ સાગર ગુરુજી આવ્યા હતા. એમણે વાસ્તુ પૂજા, નવગ્રહ, દસ દિક્પાલ, અષ્ટ મંગળ પૂજન અને વિજય મુહૂર્તે, ભૂમિ ગ્રહણ અને ભૂમિ પૂજન કરાવી ખાત મુહૂર્ત ૫૦૦ જૈન સોસાયટી ના મેમ્બર્સ ના હાથે કરાવ્યું હતું.​સાથે ઈન્ડિયા થી પંડિત શ્રી વિપિનજી જૈન પણ આવ્યા હતા.

એમણે પંચ દેવ ગુરુ શાસ્ત્ર ની પૂજા કરાવી ભૂમિ શુદ્ધિ અને મંગળ કળશ ની સ્થાપના કરી હતી. સાથે નવકાર ના જાપ થી વાતાવરણ ખૂબ જ મંગલમય બન્યું.​આ પ્રસંગે, ફ્રિસ્કો સિટી ના મેયરMark hill પ્રો ટેમ મેયર, કાઉન્સિલ મેમ્બર્સ અને VIP આવ્યા હતા. દેવ, ગુરુ અને શાસ્ત્રના આશીર્વાદ સાથે યોજાયેલા આ પ્રસંગે નવા શિખરબંધી જિનાલયો અને કોમ્યુનિટી સેન્ટરના નિર્માણ માટે મંગલવિધિ, ભૂમિગ્રહણ અને ખનનપૂજા કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ જૈન પરંપરાઓની પૂર્વપૂજા અને જાપ, સંગીત, પાઠશાળાનાં બાળકોનાં નૃત્ય અને મહેમાનોના સંબોધનનો સમાવેશ થયો હતો.

નવું સેન્ટર ઉત્તર ટેક્સાસના જૈન સમાજ માટે પૂજા-અર્ચના, ધાર્મિક અભ્યાસ, બાળકોના શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. ભાવિ પેઢીઓ માટે આધ્યાત્મિક અને સામુદાયિક જીવનનું કાયમી સ્થળ ઊભું કરવાનો આ પ્રોજેક્ટ સમાજ માટે મહત્ત્વનું પગલું છે. સમારોહ દરમિયાન જૈન ધર્મના અહિંસા, કરુણા અને સહઅસ્તિત્વના મૂલ્યોને જાળવી રાખવા તથા સમાજના સહયોગથી આ કેન્દ્ર સાકાર કરવા પર ભાર મૂકાયો. ભૂમિપૂજન સાથે નવા જૈન સેન્ટરના નિર્માણ તરફની યાત્રાનો શુભ પ્રારંભ થયો.

Chief Editor

Recent Posts

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

11 hours ago

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…

2 days ago

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

3 days ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

3 days ago

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

3 days ago

BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી

દીવાઓથી પર પ્રકાશ: BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી ડલાસ, ટેક્સાસ (TX) માં, દિવાળીની સફર એક દીવાથી…

4 days ago